ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે
Biplab Kumar Deb - કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ અને ભાજપા મહાસચિવ વિનોદ તાવડેની કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવી, બીજેપી આજે નવા સીએમના નામની જાહેરાત કરી શકે છે
નવી દિલ્હી : ત્રિપુરાના (tripura)મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે શનિવારે કહ્યું કે તેમણે રાજ્યપાલ એસએન આર્યને પોતાનું રાજીનામું (biplab kumar deb resign) સોંપી દીધું છે. બિપ્લવે દેબે (biplab kumar deb)રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આ જાહેરાત કરી હતી. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સીએમની પસંદગી માટે શનિવારે રાત્રે 8 કલાકે ભાજપા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. બેઠક પછી નવા સીએમના નામની જાહેરાત કરાશે. ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, ભાજપા મહાસચિવ વિનોદ તાવડે અને ત્રિપુરાના પ્રભારી વિનોદ સોનકર અગરતલા પહોંચી ગયા છે. બીજેપી આજે નવા સીએમના નામની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી એક નવા ચહેરા તરીકે મેદાનમાં ઉતરવા માંગે છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી બિપ્લવ કુમાર દેબે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે હું સંગઠનને મજબૂત કરવા માટે કાર્ય કરું. જે જવાબદારી પાર્ટી આપશે તેને નિભાવીશ. સંગઠન છે તો સરકાર છે. સંગઠનની નવી ભૂમિકાને નિભાવવાનું કામ કરીશ. પર્યવેક્ષક તરીકે અગરતલા પહોંચેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે સીએમ દેબના નેતૃત્વમાં 4 વર્ષોમાં ત્રિપુરામાં ઘણા સારા કામ થયા છે. રાજ્યના વિકાસમાં વિપ્લબ જી નું પ્રભાવી યોગદાન રહ્યું છે. પાર્ટીમાં ભૂમિકા વધારવા માટે આગળ તેમના માર્ગને પ્રશસ્ત કરશે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ચર્ચા માટે દેબ ગુરુવારે નવી દિલ્હી ગયા હતા. જ્યાં અટકળો લગાવવામાં આવતી હતી કે ત્રિપુરા ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આશા છે કે ઉપ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા મુખ્યમંત્રીનો પદભાર સંભાળશે. વર્મા ત્રિપુરાના રાજ પરિવાર સાથે જોડાયેલા છે.
2018માં બિપ્લવ દેબે સંભાળી હતી સીએમની ખુરશી
બિપ્લવ કુમાર દેબ 2018માં સીએમ બન્યા પહેલા લાંબા સમય સુધી આરએસએસ સાથે જોડાયેલા હતા. ત્રિપુરાના ગોમોતી જિલ્લાના અકરાબન, ઉદયપુરમાં જન્મેલા બિપ્લવ 15 વર્ષો સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં રહ્યા હતા. 2016માં પાર્ટીની રાજ્ય એકમનો કાર્યભાર સંભાળ્યા પહેલા દિલ્હીમાં જિમ પ્રશિક્ષકના રુપમાં કામ કરતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર