ટ્રિપલ તલાક બિલ બુધવારે રાજ્યસભામાં થશે રજૂ, વિપક્ષ કરી શકે છે વિરોધ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 2, 2018, 12:20 PM IST
ટ્રિપલ તલાક બિલ બુધવારે રાજ્યસભામાં થશે રજૂ, વિપક્ષ કરી શકે છે વિરોધ
પ્રતિકાત્મક તસવીર

લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ બિલને સ્ટેન્ડિંગ કમિટિ પાસે મોકલવાની વાત કરી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ એક સાથે ત્રણ તલાકને ગેરકાયદે માનતું બિલ બુધવારે રાજ્યસભામાં રજૂ થશે. ગયા અઠવાડિયે આ બિલ લોકસભામાં રજૂ થયું હતું. મુસ્લિમ મહિલા બિલને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં રજૂ કર્યું હતું. લોકસભામાં સરળતાથી આ બિલ પસાર થઈ ગયું હતું. જોકે, રાજ્યસભામાં સત્તા પક્ષને બહુમત ન હોવાને કારણે અહીં થોડી મુશ્કેલી નડી શકે છે. ભાજપે આ માટે બે દિવસ સુધી પોતાને સભ્યોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે.

રાજ્યસભામાં સરકાર કેમ મજબૂર?

- બિલના વિરોધમાં વિપક્ષમાં રહેલા પક્ષો મંગળવારે સવારે સ્ટ્રેટજી બનાવશે. લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ બિલને સ્ટેન્ડિંગ કમિટિ પાસે મોકલવાની વાત કરી હતી. જોકે, સરકારે તેની માંગણી ફગાવી દીધી હતી.

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભામાં સરકાર પાસે બહુમત નથી એટલે વિપક્ષ સરકારને આ વાત માટે મજબૂર કરી શકે તેમ છે. વિપક્ષ એવો હઠાગ્રહ રાખી શકે છે કે બિલને સ્ટેન્ડિંગ કમિટિ પાસે મોકલવામાં આવે.

- ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગનો દાવો છે કે જો આ બિલ રાજ્યસભામાં પસાર થાય છે તો દેશના અનેક મુસ્લિમ સંગઠન સુપ્રીમ કોર્ટમાં જશે.
First published: January 2, 2018, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading