ત્રિપલ તલાક બિલને આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. એક વખતમાં ટ્રિપલ તલાક કે તલાક-એ-બિદતના ગુનામાં પતિને ત્રણ વર્ષની સજાની જોગવાઈવાળા બિલને ગયા અઠવાડિયે જ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. જો કે રાજ્યસભામાં તેને પસાર કરવું સરકાર માટે મોટો પડકાર બન્યો છે. ઉચ્ચ સભામાં શાસક ભાજપને બહુમતી નથી મળી. એવામાં આ બિલ પાસ કરાવવા માટે તેને બિન એનડીએ પક્ષોનો સહકાર પણ જરૂરી પડશે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
રાજ્યસભામાં એનડીએની તાકાત? રાજ્યસભામાં સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો અહીં ભાજપના 57 સાંસદ છે. જ્યારે એનડીએ સહયોગી જેડીયુના 7, શિરોમણિ અકાલી દળ અને શિવસેનાના 33 અને ટીડીપીના 6 સભ્યોછે. આ સિવાય સરકારને ટીઆરએસની 3, આરપીઆઈ, નાગાલેન્ડ પીપલ્સ ફ્રંટ(એનપીએફ) અને આઈએનએલડીના સાથે એક-એક સાંસદનું સમર્થન મળે તેવી આશા છે.
રાજ્યસભામાં કુલ 245 બેઠકોમાં અત્યારે સદનમાં 238 સભ્યો છે. જેમાં બહુમતીનો આંકડો 120 આસપાસ છે. જો કે તમામ સભ્યોને ભેગા કરીએ તો પણ સરકાર બહુમત માટે ઘણી દુર રહે છે. એવામાં તેણે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓની મદદ જરૂરી છે.
કોંગ્રેસ આપશે સરકાનો સાથ! લોકસભામાં આ બિલના સમર્થન આપી ચુકેલી કોંગ્રેસને રાજ્યસભામાં આ બિલને લઈને પોતાનું વલણ જાહેર કર્યું નથી. ઉચ્ચ સભામાં કોંગ્રેસના 57 સાંસદ છે. એવામાં પાર્ટીએ આ બિલને સમર્થન આપ્યું છે. સરકાર માટે આ બિલને પાસ કરાવવું ઘણુ આસાન થઈ જશે. કોંગ્રેસનું કહેવું છે કે તે અન્ય વિપક્ષી પાર્ટિઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે.
અને જો કોંગ્રેસ નથી માનતી તો સરકાર બીજા અન્ય એનડીએ પક્ષો સાથે વલણ કરી શકે છે. રાજ્યસભામાં એનસીપીના 5, આરજેડીના 3 અને ટીએમસીના 12 સાંસદ છે. પરંતુ આ બિલ પર સરકારને કદાચ જ આ સાંસદોનું સમર્થન મળે.
એવામાં બિન-એનડીએ અને બિન-યુપીએ પક્ષોની વિશ્વસનીયતા વધારે મહત્વ રાખે છે. અહી એઆઈએડીએમકેના 13, બીજેડીના 8, સીપીએમના 7, ડીએમકેના 4 અને સીપીઆઈના 1, એસપીના 18 અને બીએસપીના 5 સાંસદો સામેલ છે. ભાજપને હવે આ પક્ષોને મનાવવા માટે મોટો પડકાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર