રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ, બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા

News18 Gujarati
Updated: July 30, 2019, 7:08 PM IST
રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ, બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા
રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ, બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા

આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે - રવિશંકર પ્રસાદ

  • Share this:
રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા છે. આ પહેલા રાજ્યસભામાં ત્રણ તલાક બિલ ઉપર ચર્ચા પછી સેલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ 100ના મુકાબલે 84થી પડી ગયો હતો. જેથી બિલ પાસ થવાનો રસ્તો આસાન બન્યો હતો.

ભૂપેન્દ્ર યાદવે કહ્યું - આ રાજનીતિક બિલ નથી

ભાજપા સાંસદ ભૂપેન્દ્ર યાદવે બિલનું સમર્થન કરતા કહ્યું હતું કે આ દેશની મહિલાઓની લડાઇ છે, આ કોઈ રાજનીતિક બિલ નથી. મહિલાઓએ પહેલા પોતાની લડાઈ લડી આ પછી કાનુનની જરુરને સમજવામાં આવ્યું હતું. આ માટે તે મહિલાઓ ધન્યવાદને પાત્ર છે. જો મુસ્લિમોમાં નિકાહ કરાર છે તો મહિલાઓના જીવનને અસુરક્ષિત કરવાનો કોઈને હક નથી.

રાજ્યસભામાંથી જેડીયૂનું વોકઆઉટ

જનતા દળ યૂનાઇટેડે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરતાં રાજ્યસભામાં વોકઆઉટ કર્યુ હતું. જેડીયૂ સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે તેમની પાર્ટી આ બિલની સાથે નથી. તેઓએ કહ્યું કે દરેક પાર્ટીની એક વિચારધારા છે અને તેનું પાલન કરવા માટે તે આઝાદ છે.

પ્રશ્ન નારી ન્યાયનો છે- રવિશંકર પ્રસાદરવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઈ શકતી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવી રહ્યા હતા. અમે આ કારણે ફરીથી કાયદો લઈને આવ્યા છીએ. તેઓએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેમાં જામીન અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટ બેંકના ત્રાજવે ન જોખવામાં આવે, આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે.

ભાજપે આ બિલ માટે વ્હિપ જાહેર કર્યો હતો અને પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને બિલનું સમર્થન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલા લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. લોકસભાના ચોમાસુ સત્રમાં ગુરુવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર દિવસભર ચર્ચા ચાલી અને સાંજે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો.
First published: July 30, 2019, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading