Home /News /india /ત્રણ તલાક : સ્મૃતિનો પડકાર, હિંમત હોય તો હનુમાન ચાલીસા બોલી બતાવો

ત્રણ તલાક : સ્મૃતિનો પડકાર, હિંમત હોય તો હનુમાન ચાલીસા બોલી બતાવો

3 તલાકની ચર્ચા દરમિયાન સ્મૃતિનો પડકાર, હિમ્મત હોય તો હનુમાન ચાલીસા સંભળાવી દો

જ્યારે સ્મૃતિ ઇરાની ઇતિહાસ વિશે કહી રહ્યા હતા ત્યારે એક સભ્યને ખલીફાનું નામ લેવાની માંગણી કરી

    લોકસભામાં ગુરુવારે ત્રણ તલાક બિલ પાસ થયું છે. હવે તેને મંજૂરી માટે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. આ પહેલા લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા થઈ હતી. બિલ પર સત્તા પક્ષ સહિત વિપક્ષના સાંસદોએ પોતાનો મત રજુ કર્યો હતો. આ દરમિયાન સદનમાં ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી.

    ત્રણ તલાક પર મીનાક્ષી લેખી, મુક્તાર અબ્બાસ નકવી અને મોહમ્મદ સલીમ જેવા સાસંદો પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાની વાત રાખી હતી. ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઇસ્લામિક ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો અને પૈગમ્બર મોહમ્મદ સાહેબના સમયના કેટલાક વાક્યોનો હવાલો આપતા કહ્યું હતું કે ત્રણ તલાક કેમ સમાજ માટે બુરાઈ છે.

    જ્યારે સ્મૃતિ ઇરાની ઇતિહાસ વિશે કહી રહ્યા હતા ત્યારે એક સભ્યને ખલીફાનું નામ લેવાની માંગણી કરી હતી. જેના જવાબમાં સ્મૃતિ ઇરાનીએ કડક અંદાજમાં જવાબ આપતા કહ્યું હતું કે હજરત સાહેબનું નામ મારા પાસેથી સાંભળવા માંગો છો તો હું પણ હનુમાન ચાલીસા તમારી પાસેથી સાંભળવા માંગીશ. ક્યારેક હિમ્મત હોય તો સંભળાવી દેજો.

    આ પણ વાંચો - લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ, કોંગ્રેસે કર્યું વોકઆઉટ

    ઉલ્લેખનીય છે કે સદનમાં હાજર રહેલા 256 સાંસદોમાંથી 245 સભ્યોએ ત્રણ તલાકના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે 11 સભ્યોએ તેનો વિરુદ્ધ મતદાન કર્યું હતું. કોંગ્રેસ અને એઆઈએડીએમકે આ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું અને વોટિંગ દરમિયાન હાજર રહ્યા ન હતા. સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ વોટિંગમાં ભાગ લીધો ન હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Loksabha, Smriti Irani, Triple talaq bill, હનુમાન ચાલીસા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन