અમૃતસર ટ્રેન દુર્ઘટના : આ એક ઓર્ડરે બચાવી લીધી હોત 60 જિંદગીઓ!

News18 Gujarati
Updated: October 22, 2018, 5:23 PM IST
અમૃતસર ટ્રેન દુર્ઘટના : આ એક ઓર્ડરે બચાવી લીધી હોત 60 જિંદગીઓ!
અમૃતસર ટ્રેન દુર્ઘટના

એક ઓર્ડર કોઈની જીંદગી બનાવી શકે છે અને બગાડી શકે છે. બ્યૂરોકેસીમાં આ કહેવત ઘણી પ્રચલિત

  • Share this:
એક ઓર્ડર કોઈની જીંદગી બનાવી શકે છે અને બગાડી શકે છે. બ્યૂરોકેસીમાં આ કહેવત ઘણી પ્રચલિત છે. આવી જ વાત અમૃતસર રેલવે દુર્ઘટનાને લઈને કહેવામાં આવી રહી છે. જ્યાં એક ઓર્ડર 60 જિંદગી બચાવી શકતો હતો. જરુર હતી ફક્ત રેલવેએ એક સુચના આપવાની કે અહીં સાંજે દશેરાનો મેળો લાગેલો છે. આ પછી રેલવે પોતાના ડ્રાઇવરને કોશન ઓર્ડર જારી કરી દેત. આ ઓર્ડર પછી તે ખાસ વિસ્તારમાં ટ્રેનની સ્પીડ ઓછી કરી લેવામાં આવે છે.

રેલવેથી રિટાયર્ડ 78 વર્ષીય ડ્રાઇવર દયાચંદ બતાવે છે કે જ્યારે પણ રેલવે ટ્રેક પર રિપેરિંગ ચાલતું હોય તે ટ્રેકની બાજુમાં ભીડ જમા થવાની આશંકા હોય તો રેલવેનો કંટ્રોલર અધિકારી તે ખાસ વિસ્તારમાં ટ્રેક પર પસાર થનાર ટ્રેનના ડ્રાઇવરો માટે એક કોશન ઓર્ડર જારી કરે છે.

અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ મીનાએ પતિ અને બાળકોની ગુમાવ્યા પરંતુ 10 માસના વિશાલને બચાવ્યો

આ કોશન ઓર્ડરમાં ટ્રેનના ડ્રાઇવરને સચેત કરવામાં આવે છે કે તે ખાસ વિસ્તારમાં ટ્રેક પર કામ ચાલી રહ્યું છે. ટ્રેકની આસપાસ કોઈ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યાં ભીડ ભેગી થવાની છે તેથી ટ્રેનને બતાવવામાં આવેલ સ્પીડ ઉપર જ ચલાવજો.

Video: અમૃતસર દુર્ઘટના પહેલા સિંગરે પાટા પરથી હટવાની આપી હતી ચેતવણી

દયાનંદ બતાવે છે કે આવા સમયે ટ્રેનનો ડ્રાઇવર કંટ્રોલર દ્વારા બતાવવામાં આવેલ સ્પીડ પર ટ્રેનને ચલાવે છે અને ટ્રેનને ચલાવતા સમયે તે વિસ્તારમાં ખાસ એલર્ટ થઈ જાય છે. ભીડ હોય તો દુરથી જ હોર્ન વગાડવાનું શરૂ કરી દેશે. હું તમને અમૃતસર જેવો જ એક મામલો બતાવું છું. આગ્રા-મથુરા વચ્ચે દર વર્ષે નરી સેમરી દેવીનો મેળો લાગે છે. ખાસ વાત એ છે કે આ મેળો રેલવે ટ્રેકની બાજુમાં લાગે છે. પણ સારી વાત એ છે કે મેળાના આયોજક બે-ત્રણ દિવસ પહેલા જ રેલવેને જાણકારી આપી દેશે. જેથી રેલવે કોશન ઓર્ડર જાહેર કરી દેશે.
First published: October 22, 2018, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading