Top 100 Brands: GOOGLE વિશ્વની નંબર વન બ્રાન્ડ, ભારતમાંથી માત્ર HDFC Bank

News18 Gujarati
Updated: June 21, 2018, 6:22 PM IST
Top 100 Brands: GOOGLE વિશ્વની નંબર વન બ્રાન્ડ, ભારતમાંથી માત્ર HDFC Bank
પ્રતિકાત્મક તસવીસ

  • Share this:
Googleને દુનિયાભરમાં કામ કરવા માટે ફક્ત સારી કંપની જ નથી મનાતી, પરંતુ એ વિશ્વની ટોચની બ્રાંડ્સમાં પણ ટોચ પર છે. ઇક્વિટી ડેટાબેઝ કંપની Brandzએ આ વર્ષની ટોપ બ્રાંડ્સની યાદી રજૂ કરી છે.

આમાં Google પ્રથમ નંબર પર છે, ભારતની માત્ર એક કંપનીનો ટોપ 100 બ્રાંડ્સમાં સમાવેશ કરાયો છે. ભારત તરફથી HDFC Bankએ આ યાદીમાં 60મા સ્થાને પોતાનું સ્થાન બનાવ્યું છે.

એચડીએફસી બેંકે આ યાદીમાં સ્થાન પ્રથમવાર સ્થાન નથી બનાવ્યું. આ પહેલાં આ બેંક આ યાદીમાં ત્રણ વખત સમાવેશ કરાયો હતો. બેન્કે સૌપ્રથમવાર 2015માં આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

આ દરમિયાન બેન્કે 74મા સ્થાને હતું. હાલમાં એના રેન્કિંગમાં સુધારો થયો છે અને એમાં એ 14 સ્થાન સુધરીને 60મા સ્થાને આવી ગઈ છે. ત્યારથી લઈ અત્યારસુધીમાં એચડીએફસી બેન્ક માત્ર એક એવી ભારતીય કંપની છે, જેનો આ યાદીમાં સમાવેશ થયો છે.

વિશ્વની ટોચની વૈશ્વિક બ્રાંડ્સની યાદીમાં Google પ્રથમ સ્થાન પર છે. Google બાદ યાદીમાં બીજા ક્રમે ટેક કંપની એપલ અને ત્રીજા સ્થાને એમેજન છે.

લિસ્ટમાં માઇક્રોસોફ્ટનો ચોથા સ્થાને સમાવેશ થયો હતો, જ્યારે ટેન્સેન્ટે પાંચમું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત ફેસબુક છઠ્ઠા સ્થાને, વિઝા સાતમાં અને મૅકડોનલ્ડ આઠમા સ્થાને છે. નવમા સ્થાને અલીબાબા અને 10મા સ્થાને AT&T છે.BrandZ જણાવ્યું હતું કે આ યાદી તૈયાર કરવા માટે વિશ્વભરના 30 દેશોમાંથી 10 હજાર જુદી જુદી બ્રાંડ્સ પર 20 લાખથી વધુ વ્યક્તિઓની સલાહ લેવામાં આવી છે.
First published: June 21, 2018, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading