ટ્રમ્પના બૂટમાં ફસાયું ટોઇલેટ પેપર, વીડિઓ થયો વાયરલ

ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પ જ્યારે સીડી વડે પોતાના પ્લેનમાં મુસાફરી કરવા માટે ઉપર ચડી રહ્યા હતા ત્યારે કેમેરાનો લેન્સ તેમના બૂટ પર અટકી ગયો હતો.

 • Share this:
  ડોનાલ્ડ ટ્રમ્પ તેના વિમાનમાં બેસવા જઈ રહ્યા હોય તેવો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટોઇલેટનો એક કાગળ તેમના બૂટમાં ચીપકી ગયો છે. આ વીડિયો ટ્રમ્પ જ્યારે મિનેપોલીસ-સેન્ટ પૌલ ઇન્ટરનેશલ એરપોર્ટ ખાતે ગુરુવારે વિમાનમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારનો છે.

  જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે એ ટોઇલેટ પેપરનો ટૂકડો હતો કે પછી કોઈ અન્ય કાગળ હતો. જોકે, ઇન્ટરનેટ પર લોકો આ વીડિયોને વાયરલ કરવાની સાથે આ ટોઇલેટ પેપર હોવાનું જણાવી રહ્યાં છે.

  ટ્રમ્પ જ્યારે સીડી વડે પોતાના પ્લેનમાં મુસાફરી કરવા માટે ઉપર ચડી રહ્યા હતા ત્યારે કેમેરાનો લેન્સ તેમના બૂટ પર અટકી ગયો હતો અને આ અજબ-ગજબ બનાવ કેદ થઈ ગયો હતો. વિમાન અંદર જતા પહેલા ટ્રમ્પે હાજર લોકોનું અભિવાદન કર્યું હતું. આ માટે તેઓ પલટ્યા ત્યારે આ કાગળ બૂટમાંથી ઉખડીને ત્યાં જ પડી ગયો હતો.

  ટ્રમ્પનો આ વીડિયો પર ઇન્ટરનેટ પર અસંખ્ય જોક બની રહ્યા છે. લોકો અલગ અલગ હ્યુમર સાથે તેને ફોરવર્ડ કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પ તેમની હરકતોને કારણે અવાર નવાર લોકોને તેમના પર હ્યુમર બનાવવાનો મોકો આપતા રહે છે.

  જોક્સની સાથે સાથે અનેક લોકો એવી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે શા માટે ત્યાં હાજર લોકોએ આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. કેમ કોઈએ આ અંગે ટ્રમ્પને જાણ ન કરી.

  જુઓ વીડિયોઃ 

  જોકે, પ્રવાસ દરમિયાન વિમાનમાં બેસવા જવા અંગે ટ્રમ્પના અનુભવો બહુ સારા નથી રહ્યા. આ પહેલા વિમાનમાં બેસવા જતાં તેમના વાળ ઉડી રહ્યા હોય તેવો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ ઉપરાંત પ્લેનમાંથી ઉતરતી વખતે તેમના પત્નીએ તેમના હાથ પર મારેલી ટપલીવાળો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: