Home /News /india /

દર ચૂંટણીમાં કેમ યાદ આવે છે ટીએન સેશન...?

દર ચૂંટણીમાં કેમ યાદ આવે છે ટીએન સેશન...?

અત્યારથી પચાસ વર્ષ પહેલાની વાત છે આઈએએસની પરિક્ષામાં ટોપ કરનાર એક યુવાન ચૈન્નઈ(ત્યારે મદ્રાસ)માં પરિવહન નિદેશક (ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ) નિયુક્ત થયા. કુલ 3 હજાર બસો અને 40 હજાર કર્મચારીઓની કમાન તેમના હાથમાં હતી. તેમનામાં ઘણું નવું કરવાની ચાહ હતી. તેમને ધૂન લાગેલી રહેતી કે પરિવહન નિયમોનું કડકાઈથી પાલન થાય અને તેના માટે હંમેશા તે રસ્તાઓ પર જ જોવા મળતાં. એક દિવસે એક બસ ડ્રાઈવરે તેમને પુછ્યું કે બસના એન્જિનમાં શું છે તેની ખબર છે? આ સવાલ પર તેમનું મગજ સુન્ન મારી ગયું પરંતુ થોડા જ દિવસોમાં તેઓ બસ ચલાવતા શીખી ગયા અને એન્જિનની તમામ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરી લીધો.

તેમના અભ્યાસ વિશે

તેમને પહેલા વૈજ્ઞાનિક બનવું હતું. ફિઝિક્સ સાથે બીએસસી હતાં અને કેટલાક દિવસ કોલેજમાં ભણાવ્યું પણ હતું પરંતુ વેતન એટલું ઓછું હતું કે તેમણે વિચાર્યું ભાઈની જેમ જ સરકારી નોકરી કરીશ. તેમના મોટા ભાઈ ટી.એન.લક્ષ્મીનારાયણ આઈએએસ પહેલા બેચના ટોપર હતાં સેશન પણ આઈપીએસની પરિક્ષા આપી હતી.

ચૂંટણી આયુક્ત તરીકે તેમની છબી

ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ પર રોક લગાવવાની વાત હોય કે સરકાર પાસેથી ઉઘાર લેવાયેલ હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓના પ્રચાર કરવાની વાત હોય તેમણે ઘણાં કડક નિયમો બનાવ્યાં. આજે આ વસ્તુઓને કોઈ નિયમની જેમ જ જોવામાં આવે છે. દિવાલો પર પોસ્ટર લગાવવા, લાઉડસ્પીકરોથી મોટેમોટેથી બૂમો પાડવી,ચૂંટણી - પ્રચારના નામ પર સાંપ્રદાયિક તણાવ આ બધું ટી.એન.શેષણના નિશાના પર આવ્યું અને આ તમામને નવી રીતથી વિચારવાની ફરજ પાડવામાં આવી.

સેશન પોતાના નિર્ણયોને કારણે ઘણી વખત વિવાદોથી ઘેરાયેલા રહેતા હતાં. એકવાર તેમણે એ પણ કહી દીધું તે દેશમાં જ્યાં સુધી બધાના વોટર આઈડી નહીં આવી જાય ત્યાં સુધી ચૂંટણી નહીં થાય. આવા ઘણાં નિર્ણયોને કારણે તેમને પ્રચાર લોભી અને અહંકારી પણ કહેતા હતાં. એ પણ કહેવામાં આવે છે કે સેશને સંવિધાનના અનુચ્છેદ 324 અંતર્ગત પ્રાપ્ત શક્તિઓને મનમાનીનું પણ નામ આપ્યું. એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની શક્તિ સીમિત કરવા માટે ચૂંટણી આયોગની સંરચનામાં બદલાવ કરતા એકની જગ્યાએ ત્રણ ચૂંટણી આયુક્ત નિયુક્ત કરવામાં આવ્યાં. સેશન આજે પોતાના આઠમા દશકમાં છે આવી સ્થિતિમાં આલોચનાઓ અને પ્રશંસાઓથી તે ઘણાં દૂર જતા રહ્યાં છે.
First published:

Tags: Gujarat Election 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन