Home /News /india /

એરપોર્ટ પર 'કેદ' રહ્યાં TMC નેતા, મમતાએ કહ્યું 'સુપર ઇમરજન્સી'

એરપોર્ટ પર 'કેદ' રહ્યાં TMC નેતા, મમતાએ કહ્યું 'સુપર ઇમરજન્સી'

પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે આ 'સુપર ઇમરજન્સી' છે

    અાસામમાં NRCનો બીજો ડ્રાફ્ટ આવ્યાં પછી રાજકારણ વધારે ગરમાયું છે. તૃણમૂલ સાંસદોના એક ગ્રુપને અસમના સિલચર એરપોર્ટ પર રોકવામાં આવ્યાં હતાં. જે પછી મોડી રાતે તેમની ધરપકડ કરી લેવામાં આવી. TMCના 6 સાંસદો અને 2 એમએલએની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ નાગરિક રજીસ્ટરના એક મુદ્દા પર સિલચરમાં સભા કરવા માંગતા હતાં.

    પરંતુ તેમને એરપોર્ટમાંથી જ બહાર ન જવા દીધા. અાસામની બારાક ઘાટી અને સિલચરમાં પહેલાથી જ કલમ 144 લાગુ છે.

    TMC નેતાઓને એરપોર્ટ પર રોકવામાં આવ્યાં બાદ પાર્ટીના સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે આ 'સુપર ઇમરજન્સી' છે. મમતા બેનર્જીએ દાવો કર્યો કે હવાઇ મથક પર પાર્ટીના સભ્યો જેમાં મહિલાઓ પણ છે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તેમણે એ પણ કહ્યું કે ભાજપા આ ઘટનાથી બેનકાબ થઇ ગઇ છે, મારે જાણવું છે કે કયા કાયદાને કારણે તેમણે આ વ્યવહાર કર્યો છે.


    TMC નેતા ડેરેક ઓ બ્રાયને પણ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ 'સુપર ઇમરજન્સી' છે. અમારા સભ્યો પાસે બધા જ દસ્તાવેજો હતાં તો પણ તેમને જવા નહીં દીધા. અમારા સાંસદ કાયદો બનાવનાર છે તોડનારા નથી. તેમણે કહ્યું કે અમારા એક સાંસદ સાથે ધક્કામુક્કી થઇ જેમને પેસમેકર મુકેલું છે. આ તો એકદમ પાગલપન છે. તેમને જ્યાં સુધી જવા નહીં દે ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે.



    મમતા બેનર્જી એનઆરસી ડ્રાફ્ટ પર સતત સવાલો કરી રહ્યાં છે. આ લિસ્ટમાં આસામમાં 40 લાખ લોકોનું નામ નથી. આ સ્થિતિમાં મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓના એક પ્રતિનિધિમંડળને આસામ મોકલ્યા હતાં પરંતુ પોલીસે તેમની ત્યાં જ અટકાયત કરીને ત્યાંથી બહાર જ ન આવવા દીધા.



    સૂત્રોની માનીએ તો બરાક ઘાટી ક્ષેત્રના કછાર જિલ્લામાં અહીંયા કુંભીગ્રામ હવાઇ મથક પર તૃણમૂલ પ્રતિનિધિમંડળ વીઆઈપી વિશ્રામાલયમાં રોકાયેલા છે. મમતા બેનર્જી ભાજપા નીત કેન્દ્ર સરકાર પર એનઆરસીના મુદ્દા પર 'વોટબેંક'ની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે ભારતીય નાગરિક પોતાની જ જમીન પર શરણાર્થી બની ગયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mamta Banarjee, NRC, TMC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन