અયોધ્યા: VHPની ધર્મસભામાં સાધુના વેશમાં ઘુસી શકે છે આતંકી, વધારાઇ સુરક્ષા

News18 Gujarati
Updated: November 25, 2018, 10:18 AM IST
અયોધ્યા: VHPની ધર્મસભામાં સાધુના વેશમાં ઘુસી શકે છે આતંકી, વધારાઇ સુરક્ષા
આઈબી પાસેથી મળેલી ઇનપુટ પછી યુપી પોલીસે અયોધ્યા શહેરની સુરક્ષા અચાનક વધારી દેવામાં આવી છે.

આઈબી પાસેથી મળેલી ઇનપુટ પછી યુપી પોલીસે અયોધ્યા શહેરની સુરક્ષા અચાનક વધારી દેવામાં આવી છે.

  • Share this:
અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસ તરફથી રવિવારે આયોજીત ધર્મસભા દરમિયાન સાધુના વેશમાં આતંકી હુમલો કરી શકે છે. આઈબી પાસેથી મળેલી ઇનપુટ પછી યુપી પોલીસે અયોધ્યા શહેરની સુરક્ષા અચાનક વધારી દીધી છે.

રિપોર્ટ પ્રમાણે લખનઉ ડીજીપી હેડક્વાર્ટરથી એક એડીજી પોલીસ, એક ડીઆઈજી, ત્રણ એસએસપી, 10 એએસપી, 21 ડીએસપી, 160 ઇન્સપેક્ટર, 700 કોન્સટેબલ, 42 કંપની પીએસપી, પાંચ કંપની આરએએફ, એટીએસ કમાન્ડોને અયોધ્યામાં તહેનાત કરી દેવામાં આવ્યાં છે. આ સાથે જ ડ્રોન કેમેરાથી પણ નજર રાખી રહ્યાં છે.

કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં ધોડેસવાર પોલીસકર્મી તેહનાત કરવામાં આવ્યાં છે. અયોધ્યામાં કલમ 144 લગાડી દેવામાં આવી છે અને સ્કૂલ કોલેજ બંધ રહેશે. શહેરની આશરે 50 સ્કૂલોમાં સુરક્ષાદળોના કેમ્પ ચાલુ કરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચતા જ શિવસેનાએ પોતાના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કર્યો હતો. શિવસૈનિક શનિવારે જ અયોધ્યાથી મુંબઈ રવાના થઇ ગયા હતા. આ વાત શિવસેનાએ રેલવેના અધિકારીઓને પત્ર લખીને જાણકારી આપી હતી. આ પહેલાં નિયત કાર્યક્રમ મુજબ શિવસૈનિકોને રવિવારે મુંબઈ પરત જવાનું હતું. બીજી તરફ અયોધ્યામાં મંદિર નિર્માણની માંગને લઈને વીએચપીએ રવિવારે ધર્મસભાનું આયોજન કર્યું છે. વીએચપીએ દાવો કર્યો છે કે ધર્મસભામાં બે લાખથી વધુ લોકો સામેલ થશે. શિવસેના પ્રમુખ ઠાકરે અયોધ્યામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે 9 વાગ્યે રામલલાના દર્શન કર્યા હતા.

(રિપોર્ટ: ઋષભ મણિ ત્રિપાઠી)
First published: November 25, 2018, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading