ગરમીમાં મન શાંત રહે એ માટેની તિબેટિયન સાઉન્ડ થેરપી અપનાવો

ગરમીમાં મન શાંત રહે એ માટેની તિબેટિયન સાઉન્ડ થેરપી.

 • Share this:
  Deepika Khuman

  ઋતુમાં બદલાવ આવતાં વ્યક્તિના સ્વભાવમાં બદલાવ જોવા મળે છે એટલે જ તો ઉનાળાની ઋતુ એવી ઋતુ છે, જેમાં તમને સૌથી વધારે ઝઘડા કરતા લોકો અથવા અકસ્માત જોવા મળશે. આવી ઋતુમાં તમારા સ્વભાવને શાંત કરવા અને તમારા શરીરનાં ચક્રોને કાબૂમાં કરવામાં અમદાવાદમાં આવી ગઈ છે તિબેટિયન સાઉન્ડ થેરપી, જે આપશે તમને ગરમીમાં શાંતિ.

  તમને સાઉન્ડ થેરપી શાંતિ આપી શકે છે. આ અવાજ તમારાં ચક્રોને બેલેન્સ કરશે. આ અવાજ તમારા મગજને શાંત કરશે. તમને થશે કે તાંબા અને પિત્તળનાં આ વાસણો કેવી રીતે મગજને શાંત કરી શકે છે.

  આંખે દેખ્યો અહેવાલ તમને ચોક્કસથી વિચારમાં મૂકી દેશે, પરંતુ એથીય વિશેષ ત્યારે અસર કરશે જ્યારે તમે તેનો અનુભવ કરશો, કારણ કે આ જ અવાજ દ્વારા તમને ખરા અર્થમાં બળબળતી બપોરે અપાર શાંતિનો અહેસાસ થશે.

  ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ બાઉલ્સમાંથી સાઉન્ડ ક્રિએટ કરવા માટે ખાસ પ્રકારના સ્ટ્રાઈકરનો ઉપયોગ કરવામાં આવે છે, જે વ્યક્તિનાં શરીરમાં આવેલાં તમામ ચક્રોને બેલેન્સ કરી દે છે સાથે જ આ પદ્ધતિ દ્નારા તમારા ચીડિયા સ્વભાવમાં પણ બદલાવ આવે છે. મારા મનમાં ઘણા વિચારો હોય. શાંત દિમાગ ન થાય ત્યારે સાઉન્ડ થેરપી અસર કરે. ઉનાળાની ગરમીમાં સ્વભાવ બદલાય છે ત્યારે માનસિક શાંતિ આ પદ્ધતિ દ્વારા મળે છે. ઉનાળામાં ખાસ પરીક્ષામાં પણ આ સાઉન્ડ થેરપી ઉપયોગી નીવડે છે.

  પ્રોફેસર હોય કે વિદ્યાર્થી, દરેકને તિબેટિયન સાઉન્ડ થેરપી અસર કરે છે, પરંતુ તમને થતું હશે કે આ પદ્ધતિની શોધ ક્યારે થઈ અને કેવી રીતે એ અમદાવાદમાં આવી.

  તો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા ગુંજન ત્રિવેદીએ આ વિદ્યા તેમના નેપાળી ગુરુ પાસેથી મેળવી છે. જેમણે તિબેટમાં વસતા બૌદ્ધિસ્ટ પાસેથી આ કળાને શીખી હતી. ખાસ તિબેટથી આવેલી આ સાઉન્ડ થેરપીમાં સ્ટ્રાઈકલ અને તિંગશાથી ઉત્પન્ન થતો અવાજ વ્યક્તિના જીવનને બદલી નાખે છે. કેટલાય લોકોએ આ પદ્ધતિ દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગમાં પણ રાહત મેળવી છે...

  આ વિદ્યા દ્વારા કેન્સરના રોગોમાં ઘણી અસર જોવા મળી. જે બોલ્સ પર વગાડવાથી ધ્વનિ ઉત્પન્ન થાય એમાં કઈ ધ્વનિ કારણે કયાં ચક્ર પર અસર જોવા મળે છે

  કોઈપણ વ્યક્તિના શરીરમાં કુલ સાત ચક્રો હોય છે. ખાસ વ્યક્તિના માથાથી શરૂ થતા તાજ ચક્રથી લઈને કરોડરજ્જુના અંતમાં આવતાં પાયા ચક્રને જો
  જાગ્રત કરી દેવામાં આવે તો વ્યક્તિ ધારે એ કરી શકે છે અને પોતાના મન પર કાબૂ મેળવી છે, જેને બેલેન્સ કરવા માટે તિબેટિયન સિંગીગ બોલ્સ થેરપી ખરા અર્થમાં કાર્ય કરે છે.
  Published by:Sanjay Joshi
  First published: