એ મહિલા બૂમો પાડતી રહી. તેને છોડી દેવા માટે વિનંતી કરતી રહી. છોડી દેવા ભીખ પણ માંગી. એ ત્રણ હેવાને ન માન્યા. તેઓ મહિલાની છેડતી કરતા રહ્યાં. જ્યારે ચોથો વ્યક્તિ આ સમગ્ર કાંડનો વીડિયો ઉતારતો રહ્યો. ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની એક વીડિયો ક્લિપ ઇન્ટરનેટ પર ફરી રહી છે. પોલીસ હાલ આ ક્લિપ અંગે તપાસ કરી રહી છે.
મહિલા ભૈયા એસા મત કરોની બૂમો પાડતી રહી
વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલ વિસ્તારમાં ત્રણ યુવકોઓ એક મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યા છે. જ્યારે મહિલા "ભૈયા, મત કરો" તેને છોડી દેવાની ભીખ માંગી રહી છે. ત્રણેય યુવકો તેની સાથે ધરપકડ ખરાબ વર્તન કરી રહ્યા છે, તેને સ્લીપરથી મારવાની ધમકી આપી રહ્યા છે. એક વ્યક્તિને એવું કહેતો પણ સંભળાઈ રહ્યો છે કે, "અમે આ વીડિયો વયારલ કરીશું."
રિપોર્ટ્સ પ્રમાણે ગંગાઘાટ ગામ ખાતે ચારેક લોકોએ મહિલાને તેના ઘરમાંથી ઢસડીને બહાર કાઢી હતી. બાદમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
એકની ધરપકડ
પોલીસે આ કેસમાં વીડિયો બનાવીને વાયરલ કરનાર રાહુલ નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કેસમાં મહિલાની છેડતી કરનાર આકાશ નામના વ્યક્તિની પોલીસે ત્રીજી જુલાઈના રોજ ચોરીના કેસમાં ધરપકડ કરી લીધી છે. આ કેસમાં પોલીસે મહિલાની છેડતી કરનાર તમામ લોકોની ઓળખ પણ કરી લીધી છે.
ઉન્નાવના પોલીસ અધિકારી અનૂપ સિંઘે જણાવ્યું હતું કે, "ઉન્નાવમાં ત્રણ યુવકો એક મહિલાની છેડતી કરી રહ્યા હોય તેવો વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે વીડિયો કઈ જગ્યાનો છે તેની તપાસ કરી રહ્યા છીએ. અમારી ટીમ આ અંગે કામ કરી રહી છે. એક વખત આરોપીઓની ઓળખ કરી લેવામાં આવ્યા બાદ તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે."
નોંધનીય છે કે ગત મહિને ઉન્નાવમાં જ એક નવ વર્ષની બાળકી પર 25 વર્ષના યુવકે બળાત્કાર ગુજાર્યાો હતો. એપ્રિલમાં 16 વર્ષની એક કિશોરીએ બીજેપીના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ અંગે કોઈ પગલા લેવામાં ન આવતા યુવતીએ સીએમ યોગી આદિત્યનાથના ઘર બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર