રાજ્યસભામાં ત્રણ તલાક બિલના મામલે વિપક્ષ ભરોસે સરકાર

Kaushal Pancholi | News18 Gujarati
Updated: January 3, 2018, 10:07 AM IST
રાજ્યસભામાં ત્રણ તલાક બિલના મામલે વિપક્ષ ભરોસે સરકાર

  • Share this:
એક સાથે ત્રણ તલાકને ગેરકાયદે માનતું બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે. ગયા અઠવાડિયે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ બિલ લોકસભામાં રજૂ થયું હતું. લોકસભામાં સરળતાથી આ બિલ પસાર થઈ ગયું હતું. જોકે, રાજ્યસભામાં સત્તા પક્ષને બહુમત ન હોવાને
કારણે અહીં થોડી મુશ્કેલી પડી શકે છે. બીજેડી, એઆઈડીએમકે અને ડીએમકે પણ આ બિલના વિરોધમાં છે.

સપા, એનસીપી અને બીએસપી સહિત લેફ્ટ પણ આ બિલને સિલેક્ટ કમેટી મોકલવા માગે છે. સરકારને હજી પણ આશા છે કે બિલ પાસ થઈ જશે. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે આશા બતાવી છે કે લોકસભાની જેમ જ રાજ્યસભામાં પણ બિલ પસાર થઈ જશે.

રાજ્યસભામાં સરકાર કેમ મજબૂર?

– લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ બિલને સ્ટેન્ડિંગ કમિટિ પાસે મોકલવાની વાત કરી હતી. જોકે, સરકારે તેની માંગણી ફગાવી દીધી હતી.

– સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભામાં સરકાર પાસે બહુમત નથી એટલે વિપક્ષ સરકારને આ વાત માટે મજબૂર કરી શકે તેમ છે. વિપક્ષ એવો હઠાગ્રહ રાખી શકે છે કે બિલને સ્ટેન્ડિંગ કમિટિ પાસે મોકલવામાં આવે.– ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગનો દાવો છે કે જો આ બિલ રાજ્યસભામાં પસાર થાય છે તો દેશના અનેક મુસ્લિમ સંગઠન સુપ્રીમ કોર્ટમાં જશે.

રાજ્યસભાનું ગણિત સરકારની સામે
રાજ્યસભામાં સભ્યોની સંખ્યા પર નજર કરીએ તો અહીં ભાજપના 57 સાંસદ છે. જ્યારે એનડીએ સહયોગી જેડીયુના 7, શિરોમણિ અકાલી દળ અને શિવસેનાના 33 અને ટીડીપીના 6 સભ્યોછે. આ સિવાય સરકારને ટીઆરએસની 3, આરપીઆઈ, નાગાલેન્ડ પીપલ્સ ફ્રંટ(એનપીએફ) અને આઈએનએલડીના સાથે એક-એક સાંસદનું સમર્થન મળે તેવી આશા છે. રાજ્યસભામાં કુલ 245 બેઠકોમાં અત્યારે સદનમાં 238 સભ્યો છે. જેમાં બહુમતીનો આંકડો 120 આસપાસ છે. જો કે તમામ સભ્યોને ભેગા કરીએ તો પણ સરકાર બહુમત માટે ઘણી દુર રહે છે. એવામાં તેણે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓની મદદ જરૂરી છે.

એનસીપી નેતા માઝિદ મેમને પણ બિલને સિલેક્ટ કમિટિ મોકલવાની માંગ કરી છે. સપા નેતા રામગોપાલ યાદવે કહ્યું કે જો સરકાર બિલને સિલેક્ટ કમિટિમાં નહીં મોકલે તો તેઓ સંશોધન રજૂ કરશે. જો કે મોદી સરકારના બંન્ને હાથમાં લાડુ છે. જો બિલ પાસ થશે તો મુસ્લિમ મહિલાઓને તેમનો હક આપવાનો શ્રેય મળશે અને જો લટકી જશે તો એ કહેવાની તક મળશે કે વિરોધ કરનાર દળ મુસ્લિમ મહિલા વિરોધી છે.
First published: January 3, 2018, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading