સરકારે વચન પૂરા ન કરતા હજારો ખેડૂતોની મુંબઇ તરફ કૂચ

News18 Gujarati
Updated: February 21, 2019, 12:16 PM IST
સરકારે વચન પૂરા ન કરતા હજારો ખેડૂતોની મુંબઇ તરફ કૂચ
છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની આ બીજી યાત્રા છે.

મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને આપેલા વચન પર ફરી ગઇ છે અને તેના વિરોધમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.

  • Share this:
મુંબઇ: હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઇ સુધીની 180 કિલોમીટરની કૂચ શરૂ કરી છે. છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની આ બીજી યાત્રા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને આપેલા વચન પર ફરી ગઇ છે અને તેના વિરોધમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.

ગઇ રાત્રે ખેડૂત આગેવાનો અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી મંત્રણા ભાંગી પડી છે અને આગેવાનોએ મુંબઇ તરફની કૂચ ચાલુ રાખી છે. ખેડૂતોએ જણાવ્યું કે, સરકાર તેમની માંગણી સ્વીકારવા તૈયાર નથી.

આ કિશાન યાત્રા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) પ્રેરિત ઓલ ઇન્ડિયા કિશાન સંઘ દ્રારા કાઢવામાં આવી છે અને નવ દિવસનાં અંતે તે મુંબઇ પહોંચશે.

બુધવારે પોલીસે પરવાનગી ન આપતા આ યાત્રા નાસિક નીકળી ન શકી. મહારાષ્ટ્રનાં મંત્રી ગિરીશ મહાજન ખેડૂત આગેવાનોને મળ્યા હતા.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, અને રાજ્ય સરકારના પ્રતિનિધી સાથે વાતચીત કરી. સરકાર 80 ટકા માંગણીઓ પર સહતમ છે. મંત્રીએ અમે આશ્વાસન આપ્યુ છે કે, તેઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે”.

કિશાનોનાં આગેવાન અશોક ધાવલેએ જણાવ્યું કે, અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને મળવા માંગીએ છીએ અને સરકાર અમારી માંગણીઓ લેખિતમાં સ્વીકારે. અમારી આ યાત્રા ચાલુ જ રહેશે. પોલીસ પણ અમારી મિટિંગમાં હાજર હતી અને પાલીસ અમારી યાત્રાને રોકશે નહીં.ખેડૂત સંગઠનનો આરોપ છે કે, સરકારે ગયા વર્ષે ખેડૂતોને જે આશ્વાસન અન વચન આપ્યા હતા તે પૂરા કર્યા નથી. ખેડૂતોની માંગણી છે કે, તેમના દેવા માફ કરવામાં આવે, ખેતપેદાશને ટેકાનાં ભાવ મળે. ખેતીને સિંચાઇનો લાભ મળે અને ખેડૂતોને પેંશનનો લાભ મળે.

ખેડૂતોએ એમ પણ કહ્યું કે, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેનનો પણ વિરોધ કરે છે કેમ કે તેમાં ખેડૂતોની જમીન જાય છે.
First published: February 21, 2019, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading