#AmritsarTrainAccident: દુર્ઘટના પછી કેમ આ પોસ્ટર બન્યું ચર્ચાનું કેન્દ્ર

News18 Gujarati
Updated: October 20, 2018, 9:05 AM IST
#AmritsarTrainAccident: દુર્ઘટના પછી કેમ આ પોસ્ટર બન્યું ચર્ચાનું કેન્દ્ર
રાવણ દહનને કારણે ફટાકડા ફુટી રહ્યા હતા અને લોકો પણ ઉત્સાહમાં બૂમો પાડી રહ્યાં હતાં.

દશેરાના રાવણ દહનને નિહાળવા માટે એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળતા60 લોકોના મોત નીપજ્યા છે.

  • Share this:
પંજાબના અમૃતસરમાં ગઇ કાલે રાતે એક કરુણ ઘટના સામે આવી હતી. અહીં દશેરાના રાવણ દહનને નિહાળવા માટે એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળતા60 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઘવાયા છે. જેમાં કેટલાકના હાથ તો કેટલાકના પગ કપાયા છે. જે વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું ત્યાં ટ્રેનના પાટા હતા, જેના પર ઉભા રહીને લોકો રાવણ દહનને નિહાળી રહ્યા હતા. એવામાં પુર ઝડપે આવેલી ટ્રેન પાટા પર જે લોકો ઉભા હતા તેમને કચડતી ગઇ હતી. જેને પગલે સ્થળ પર જ મોટી જાનહાની થઇ હતી.

આ ઘટના બાદ એક પોસ્ટર ચર્ચામાં આવ્યું હતું. આ પોસ્ટર દશેરા આયોજન સ્થળ પર લગાવવામાં આવ્યું હતું. જે પંજાબીમાં છે જેમાં લખવામાં આવ્યું હતું, 'અચ્છાઇ પર બુરાઇની જીત.' આ દુર્ઘટના પછી આ પોસ્ટર ચર્ચાનો વિષય બની ગયુ હતું. આ પોસ્ટર પર પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિધુ અને તેમની પત્ની નવજોત કૌરની તસવીર દેખાય છે.

લોકોમાં આ પોસ્ટર ઘણું ચર્ચાનો વિષય બની ગયું હતું. લોકો તેની પર ઘણી વાતો કરી રહ્યાં હતાં. મહત્વનું છે કે ટ્રેન જલંઘરથી અમૃતસર જઇ રહી હતી. ત્યારે જ સાથે આવેલા બે ફાટક પર આ દુર્ઘટના ઘટી.

આ પણ વાંચો: PHOTOS: રાવણ દહન જોઈ રહેલા લોકોને ટ્રેને કચડ્યા, ચારેબાજુ પડી લાશો

આ પણ વાંચો: અમૃતસર ટ્રેન દુર્ઘટના : પીડિત પરિવારોને નોકરી અને એક કરોડની સહાય આપે સરકાર - AAP

સ્થાનિકોએ જણાવ્યું હતું કે રાવણ દહનને કારણે ફટાકડા ફુટી રહ્યા હતા અને લોકો પણ ઉત્સાહમાં બૂમો પાડી રહ્યાં હતાં. જેથી ટ્રેનની વિસલ લોકોને સંભળાઇ નહીં અને ટ્રેન લોકો પર ચડી ગઇ. બીજી તરફ ડ્રાઇવરે ટ્રેનને રોકી કેમ નહીં તેને લઇને પણ રેલવે પ્રશાસન પર અનેક સવાલો થઇ રહ્યા છે. આ ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી, જે પાટા પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યાં રાવણ દહનને નિહાળવા માટે આશરે 300થી વધુ લોકો એકઠા થયા હતા.
First published: October 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading