જે વ્યક્તિને PM કરે છે ફોલો, તેણે 10 કલાક પહેલા જ કહ્યું હતું કે હુમલો થવાનો છે

જે વ્યક્તિને PM કરે છે ફોલો તેણે 10 કલાક પહેલા જ કહ્યું હતું કે હુમલો થવાનો છે

યુઝર્સે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક ટ્વિટ પર રિપ્લાઈ કરી હતી

  • Share this:
    પુલવામાં હુમલા પછી ભારતે પાક અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઇક કરીને તેનો બદલો લઈ લીધો છે. ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇકમાં 300થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.

    પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આ હુમલો સોમવાર અને મંગળવાર દરમિયાન બન્યો હતો. એટલે કે 25 અને 26 ફેબ્રુઆરીની રાતે ઘટના બની હતી. આ પહેલા ટ્વિટર ઉપર The Skin Doctor નામના યુઝર્સે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના એક ટ્વિટ પર રિપ્લાઈ કરી હતી. યૂઝરના બાયો પ્રમાણે તે સેનામાં સ્કીન વિશેષજ્ઞ તરીકે કામ કરી ચૂક્યો છે.



    ઇમરાન ખાને 25 ફેબ્રુઆરીએ સાંદે 4.47 કલાકે એક ટ્વિટ કર્યું હતું કે - મેં આજે નિર્દેશ જાહેર કર્યો છે કે પંજીકૃત અફઘાન શરણાર્થી બેન્ક ખાતા ખોલી શકે છે અને તે હવેથી દેશની ઔપચારિક અર્થવ્યવસ્થામાં ભાગ લઈ શકે છે. આ પહેલા થઈ જવું જોઈતું હતું. તેના જવાબમાં The Skin Doctor સાંજે 5.08 કલાકે લખ્યું હતું કે કોઇ ફાયદો નથી ઇમરાન ભાઈ, આજે રાત્રે આમ પણ અટેક થવાનો છે. ટેક કેયર.

    આ પણ વાંચો - મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં આપ્યો હતો Surgical Strike 2.0 પ્રથમ ઇશારો, કરી હતી આ વાત



    ભારતની એર સ્ટ્રાઇક પછી આ ટ્વિટ ઘણું વાયરલ થવા લાગ્યુ છે. સમાચાર લખ્યા ત્યાં સુધીમાં આ ટ્વિટને 873 લોકોએ રીટ્વિટ કર્યું છે અને 2400થી વધારે લોકો લાઇક કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે The Skin Doctorને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફોલો કરે છે.
    Published by:Ashish Goyal
    First published: