તમે અક્ષય કુમારની ફિલ્મ ‘એન્ટરટેઇનમેન્ટ’ તો જોઈ હશે. આ ફિલ્મમાં એક કુતરાનું નામ ‘એન્ટરટેઇનમેન્ટ’હોય છે અને તે કરોડોની સંપત્તિનો માલિક બની જાય છે. જોકે અસમમાં રિયલ લાઇફમાં કાંઇક આવું જ બન્યું છે. અહીં એક વાંદરો કરોડોની સંપત્તિનો માલિક બનવા જઈ રહ્યો છે. અસમના સિલચરમાં જમીનદાર મિંટૂ બાબુનો મહેલ બનવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મિંટૂ બાબુ કોઈ માણસ નથી પણ વાંદરો છે.
મિંટૂ બાબુ માટે મહેલ બનાવવાને લઈને એક વ્યક્તિએ પોતાનું આખું જીવન દાવ ઉપર લગાવી દીધું છે. સિલચર શહેરમાં રહેનાર શુભ્રાંશુ શેખર નાથ મિંટૂ માટે મહેલ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ પાછળ એક રસપ્રદ કહાની છે. શુભ્રાંશુનું કહેવું છે કે જ્યારે તે વિદેશથી ભારત આવ્યો તો તેને આ વાંદરાનો સાથ મળ્યો હતો. આ વાંદરાએ તેને ફરીથી કેનેડા જવા દીધો ન હતો.
આ પણ વાંચો - રેલવેની નવી નીતિ લાગુ, વેપારી બિલ નહીં આપે તો ખાવાનું મફતમાં મળશે
વાંદરાએ છોડાવી વિદેશ જવાની જીદ
કેનેડામાં શુભ્રાંશુ શેખરનો પરિવાર રહે છે. તે 24 વર્ષ પહેલા એન્જીનિયરના રુપમાં કેનેડામાં કામ કરતો હતો. આ પછી તેનું મન ત્યાં ના લાગ્યું તો તે ભારત આવી ગયો હતો. અહીં સિલચરમાં તેના ઘરે તેની મુલાકાત મિંટૂ બાબુ નામના વાંદરા સાથે થઈ હતી. મિંટૂને મળ્યા પછી તેનો વિદેશ જવાનો મોહ છુટી ગયો હતો. શુભ્રાંશુ આ વાંદરાને પોતાના પુત્ર અને ભાઈની જેમ માને છે.
લગ્નમાં ભેટમાં આપવામાં આવશે મહેલ
શુભ્રાંશુ શેખર મિંટૂ માટે એક શાનદાર મહેલ તૈયાર કરાવી રહ્યો છે. સાથે મિંટૂના લગ્ન કરાવવા માટે મૈકી નામની એક જોડીદાર પણ શોધી લીધી છે. કેનેડાથી શુભ્રાંશુ શેખરનો પરિવાર ભારત આવશે ત્યારે આ બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવશે. લગ્ન પછી મિંટૂ અને મૈકીને એક મહેલ ભેટમાં આપવામાં આવશે. આ પછી જંગલથી ભટકીને શહેરમાં આવતા વાંદરાને મહેલમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી વાંદરા બરાક ઘાટીમાં સુરક્ષિત રહી શકે.