શનિવારની GST કાઉન્સિલની બેઠક, વેપારીઓને આ ઝંઝટથી મળશે છુટકારો

News18 Gujarati
Updated: March 6, 2018, 6:47 PM IST
શનિવારની GST કાઉન્સિલની બેઠક, વેપારીઓને આ ઝંઝટથી મળશે છુટકારો
શનિવારની GST કાઉન્સિલની બેઠક, મહત્વની જાહેરાત થઈ શકે છે.

  • Share this:
10 માર્ચે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને ટેક્સ-રિટર્ન ભરવાના મામલામાં મોટી છૂટ મળવાની આશા રખાય છે. GST હેઠળ ટેક્સ-રિટર્ન ભરવા માટે 3ને બદલે માત્ર એક જ ફોર્મ ભરવાની સિસ્ટમ શરૂ થઈ શકે છે અને એ જ ફોર્મના આધારે રિટર્ન પરત આપી શકે છે. આવનારો શનિવાર એટલે કે 10 માર્ચે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળશે.

માનવામાં આવે છે કે આ વખતે જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટી રાહતના રૂપમાં માત્ર ફોર્મ 3બીના આધારે બધાં રિટર્ન પૂરા કરવામાં આવશે. આ ઉપરાંત રિફન્ડની હાલની વ્યવસ્થા વધુ સરળ બનાવાશે અને બિલ મેચિંગની ઝંઝટથી છુટકારો મળશે.

ફક્ત વેચનારના બિલ પર ખરીદદારને આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ પર વેપારીઓ અને કાઉન્સિલના સભ્યોમાં હજી મતભેદ છે. આમાં બોગસ કંપની બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની આશંકા છે. વેચનાર ટેક્સ ચૂકવી દે તોપણ આઈટીસી આપવાની વ્યવસ્થા પર વિચાર કરવામાં આવશે. વેટે અને એક્સાઇઝની તર્જ પર પ્રોવિઝનલ આઇટીસી આપવાનો વિકલ્પ પર વિચારણા કરવામાં આવશે. .

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇ-વે બિલની વ્યવસ્થા પહેલી એપ્રિલથી લાગુ કરવા માટે મંજૂરી મળી શકે છે. તકનિકી ખામીઓને કારણે અટકેલું ઇ-વે બિલ પહેલી એપ્રિલથી લાગુ કરાશે. GST વ્યવસ્થા હેઠળ અગત્યનું ઇ-વે બિલ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થવાનું હતું, પરંતુ તમામ અવરોધોને કારણે એનું અમલીકરણ મુલતવી રાખવું પડ્યું હતું. પહેલી એપ્રિલથી દેશમાં ઇન્ટર-સ્ટેટ ઇ-વે બિલ લાગુ થઈ જશે

GST નેટવર્ક સમિતિની બેઠકમાં આ બિલ પર સમજૂતી થઈ ગઈ. પહેલા તબક્કામાં ઇન્ટર-સ્ટેટ ઇ-વે બિલ લાગુ થશે. આ વ્યવસ્થાને લાગુ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. આ સંબંધમાં છેલ્લી મંજૂરી જીએસટી કાઉન્સિલ પર નિર્ભર છે. જીએસટી કાઉન્સિલના મંત્રીઓના જૂથના પ્રમુખ સુશીલકુમાર મોદીના જણાવ્યા પ્રમાણે નેટવર્કથી દરેક અઠવાડિયે 4થી 5 રાજ્યોને જોડશે. 9.5 લાખ વેપારીઓ ઇ-વે બિલ પર રજિસ્ટર થયા છે, જેમને આનો સીધો લાભ મળશે.
First published: March 6, 2018, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading