આ વ્યક્તિએ બનાવ્યું પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, કિંમત 40 રુપિયા લીટર

News18 Gujarati
Updated: June 25, 2019, 8:26 PM IST
આ વ્યક્તિએ બનાવ્યું પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, કિંમત 40 રુપિયા લીટર
આ વ્યક્તિએ બનાવ્યું પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, કિંમત 40 રુપિયા લીટર

દરરોજ લગભગ 200 કિલો પ્લાસ્ટિકના પ્રયોગથી તે 200 લીટર પેટ્રોલ બનાવે છે

  • Share this:
હૈદરાબાદના રહેવાસી 45 વર્ષીય પ્રોફેસર સતીશ કુમારે પ્લાસ્ટિકથી પેટ્રોલ બનાવવાની એક અનોખી શોધ કરી હોવાનો દાવો કર્યો છે. મૂળ તે એક મેકેનિકલ એન્જીનિયર છે. તેમનો દાવો છે કે તે ત્રણ તબક્કાની પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિકથી પેટ્રોલ બનાવી શકે છે. આ પ્રક્રિયાને તેમણે પ્લાસ્ટિક પાયરોલીસિસનું નામ આપ્યું છે. જેમાં પ્લાસ્ટિકને અપ્રત્યક્ષ રુપથી ગરમ કરવા પર તે પોતાના સંઘટકોમાં તુટી જાય છે. જે પછી ગામીકરણ અને અણું સંઘનનની પ્રક્રિયા પછી તે પેટ્રોલમાં ફેરવાય છે.

આ સાથે સતીશ કુમારે હાઇડ્રોક્સી પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની પણ બનાવી છે. જે અતિ લધુ, લધુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલયમાં રજિસ્ટર છે. આ કંપનીથી તે પ્લાસ્ટિકથી પેટ્રોલ બનાવે છે. જ્યાં પ્લાસ્ટિકનું રિસાયકલ કરીને ડીઝલ, વિમાન ઇંધણ અને પેટ્રોલ બનાવવામાં આવે છે. લગભગ 500 કિલો પ્લાસ્ટિક જે ફરીથી પોતાની વાસ્તવિક અવસ્થામાં આવી શકતું નથી, તેને આ પ્રક્રિયા દ્વારા 400 લીટર પેટ્રોલમાં ફેરવી શકાય છે. તેમના મતે આ ઘણી સરળ પ્રક્રિયા છે, જેમાં સહેજ પણ પાણીનો ઉપયોગ કરાતો નથી અને તેમાં પાણી વેસ્ટ તરીકે પણ નિકળતું નથી.

આ પણ વાંચો - આ કચોરીવાળાનું વાર્ષિક ટર્નઓવર 60 લાખ રૂપિયા છે; અધિકારીઓ ચોંક્યા

દરરોજ બનાવે છે 200 લીટર પેટ્રોલ
સતીશ કુમારે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં વાયુ પ્રદુષણ પણ થતું નથી. 2016થી લઈને અત્યાર સુધી લગભગ 50 ટન પ્લાસ્ટિકને પેટ્રોલમાં ફેરવ્યું છે. તે એવા પ્રકારના પ્લાસ્ટિકનો પ્રયોગ કરે છે જેને કોઈપણ પ્રકારથી ફરીથી પ્રયોગમાં લાવી શકાતું નથી. દરરોજ લગભગ 200 કિલો પ્લાસ્ટિકના પ્રયોગથી તે 200 લીટર પેટ્રોલ બનાવે છે.

40-50 રુપિયા પ્રતિ લીટર વેચે છે પેટ્રોલપેટ્રોલ બનાવ્યા પછી સતીશ તેને સ્થાનિક વેપારીઓને 40 થી 50 રુપિયા પ્રતિ લીટરની કિંમતથી વેચે છે. જોકે વાહનોમાં પ્રયોગ માટે આ કેટલું ઉપયોગી છે, તેની તપાસ થવી હજુ બાકી છે. PVC (પોલી વિનાઇલ ક્લોરાઇડ) અને PET (પોલી એથેલિન ટેરિફથેલેટ) સિવાય બધા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે છે.

સતીષ કુમારે કહ્યું હતું કે આ સંયંત્રને સ્થાપિત કરવા પાછળ અમારો મુખ્ય લક્ષ્ય પર્યાવરણ માટે કશુંક કરવાની ભાવના હતી. આ પાછળ અમારો કોઈ વ્યાવસાયિક ઉદ્દેશ્ય નથી. અમે પેઢી અને આવનારી પેઢીને એક સ્વચ્છ ભવિષ્ય આપવા માંગીએ છીએ. કોઇ ઉદ્યમી આમા પોતાનો રસ બતાવે તો અમે પોતાની ટેકનિકને બીજાની સાથે પણ ભાગીદારી કરવા રાજી છીએ

(રિપોર્ટ - બાલકૃષ્ણ એમ)
First published: June 25, 2019, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading