નવો મોટર વ્હીકલ ઍક્ટ લોકોના #ChaltaHai વલણ પર મારશે બ્રેક

News18 Gujarati
Updated: September 28, 2019, 7:45 AM IST
નવો મોટર વ્હીકલ ઍક્ટ લોકોના #ChaltaHai વલણ પર મારશે બ્રેક
પ્રતિકાત્મક તસવીર

મોટર વાહન અધિનિયમના નવા નિયમો પર એક નજર

  • Share this:
જો તમને રોડ સલામતીના નિયમો તોડવાની આદત પડી ગઈ છે, તો આ સપ્ટેમ્બરથી તમને તમારી આ કુટેવ સુધારવી પડશે. જો અન્ય લોકોના જીવની સલામતીની ખાતરી તમને સમજાવી શકે એમ નથી, તો તમારા પૈસાની ચિંતા તો તમને સીધા રસ્તે લઇજ આવશે. 1 સપ્ટેમ્બરથી અમલમાં આવેલ મોટર વાહન અધિનિયમમાં ફેરફાર બાદ દંડમાં મોટો વધારો આવશે. તો ચાલો.. નવા નિયમો પર એક નજર નાખી લઈએ...

લાઇસન્સ વિના ડ્રાઇવિંગ


તમે પાકીટ ઘરે ભૂલી ગયા હોય કે પછી તમારું લાઈસેન્સ ક્યાંક મૂકી આવ્યા હોય, હવે વગર લાઈસેન્સ ડ્રાઇવિંગ કરતાં પકડતા ભરવો પડતો રૂ. 500 નો દંડ વધીને રૂ. 5000 થઈ ગયો છે! તો વગર લાઈસેન્સ ગાડી ચલાવતા પેલા તમારા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો.રેસિંગ અને ગતિ
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ શ્રેણીના ચાહકોએ તેમનો ગતિનો શોખ છોડવો પડશે નહીં તો રેસીંગ કરતાં ટ્રાફિક પોલીસ દ્વારા પકડાતાં રૂ. 10,000 નો દંડ અને 1 મહિના સુધીની જેલની સજા આપવામાં આવશે. વિચારીએ તો રૂ. 10,000 માં 10 મહિના ના પેટ્રોલ ડીઝલ નો ખર્ચો તો આરામ થી નીકળી જાય.ખતરનાક ડ્રાઈવિંગ

મિત્રો સાથે બાઇક રાઇડિંગની મજા જ કઈંક ઓર છે! પરંતુ ખાતરી કરવી બાઇક ચલાવતા સમયે તમારું ધ્યાન રસ્તા પરથી ના હટે. ખતરનાક ડ્રાઇવિંગના આરોપમાં હવે છ મહિનાથી એક વર્ષ સુધીની કેદ અને રૂ. 1000 થી રૂ. 5,000 નો દંડ ફટકારવામાં આવશે. એજ ગુનામાં બીજી વાર પકડાતાં બે વર્ષ સુધીની જેલ અને રૂ. 10,000 નો દંડ ભરવો પડશે.નશામાં ડ્રાઇવિંગ

નશામાં ગાડી ચલાવવી એ કોઈ હાસ્યજનક બાબત નથી. નવા દંડની રકમ સાંભળીને તમારો બધો નશો ઉતરી જશે અને તરતજ તમે કેબ બુક કરવાનું વિચારી લેશો. પહેલી વાર નશામાં ડ્રાઈવ કરતાં પકડાવા પર રૂ. 10,૦૦૦ સુધીનો દંડ અને છ મહિનાની જેલ કરવામાં આવશે. જો એજ આરોપમાં બીજી વાર પકડાયા તો રૂ. 15,000 ના દંડ સાથે બે વર્ષ સુધીની જેલ સજા ફટકારવામાં આવશે.ટ્રાફિકના મુક્ત પ્રવાહમાં અવરોધનું કારણ

એક ભારતીય તરીકે, ક્રોધાવેશથી રસ્તાની વચ્ચે ઝગડો કરવો એ લોકોને તેમનો મૂળભૂત અધિકાર હોય એવું લાગે છે. ફક્ત પચાસ રૂપિયાના મામૂલી દંડ આપીને લોકો રસ્તાની વચ્ચો વચ ઝગડો કરીને ટ્રાફિક જામ કરાવીને છટકી જતાં હોય છે. હવે નવા નિયમોના અમલ બાદ જો તમે રસ્તા પર કોઈનો કોલર પકડીને કડો હાથ માં લેશો તો તમને રૂ. 500 ફટકો તો પાક્કો પડશે.અનઇન્સ્યોર્ડ વાહન ચલાવવું
ફરી તમારા વીમાનું પ્રીમિયમ ભૂલી ગયા? હવેથી, વીમા વિના ડ્રાઇવિંગ કરવાથી તમને ત્રણ મહિના સુધીની જેલ અને રૂ. 2,000 નો દંડ થશે. બીજી વાર એજ ગુનામાં પકડાતાં ત્રણ મહિના સુધીની જેલ અને સાથે રૂ. 4,000 નો દંડ ભરવો પડશે.


એવા ગુનાઓ માટેનો દંડ કે જેનો કોઈ દંડ ખાસ પ્રદાન કરવામાં આવતો નથી

જો અજાણતાં તમારાથી કોઈ નિયમ તૂટી ગયો હોય કે તમને તમારી ભૂલ ખબર ના હોય તો ટ્રાફિક પોલીસ તમને ભૂલ સમજવીને દંડ લેશે. અગાઉ આ દંડ રૂ. 100 અને બીજી વાર પકડાતાં 300 રૂપિયા હતો જે હવે વધીને અનુક્રમે રૂ. 500 અને રૂ. 1,500 થશે.


રોડના નિયમોનું ઉલ્લંઘન

હવે ગાડી ચલાવતા સમયે રસ્તા પર ધ્યાન રાખવામાજ સમજદારી છે. કોઈપણ રસ્તાના નિયમોનું ઉલ્લંઘન કરતાં હવે રૂ. 500 થી રૂ. 1000 નો દંડ ભરવો પડશે.


ટિકિટ વિના મુસાફરી

ખિસ્સા ખંખોળવાનું બંધ કરો. બહાના બનાવીને હવે કોઈજ અર્થ નથી. જો તમે વગર ટિકિટે પ્રવાસ કરતાં હોવ રૂ. 500 નો દંડ ભરવા તૈયાર થઈ જાવ જે જૂના દંડ કરતાં રૂ. 300 વધુ છે.ઓથોરિટીના આદેશોની અવગણના અને માહિતી આપવાથી ઇનકાર
હવેથી, ટ્રાફિક પોલીસ ને ઊંધો જવાબ આપવા પહેલા રૂ. 2,000 ની નોટ તૈયાર રાખજો. એટલેજ સમજદારી એમજ છે કે તમે ટ્રાફિક પોલીસના આદેશો માની લ્યો.

લાયસન્સ વિના વાહનોનો અનધિકૃત ઉપયોગ

તમને જણાવી દઈએ કે લાઇસન્સ વિનાના વાહનોનો અનધિકૃત ઉપયોગ કરવા પર હવે રૂ. 1000 નો જૂનો દંડ વધીને રૂ. 5,000 થઈ ગયો છે.ડ્રાઇવિંગ માટે અયોગ્ય કરાર થયા છતાં વાહન ચલાવવું

જો તમને તાજેતરમાં ટ્રાફિક પોલીસે ડ્રાઇવિંગથી અયોગ્ય જાહેર કર્યા છે અને તેમ છતાં તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો તો તમને રૂ. 10,000 નો દંડ ભરવો પડશે.ઓવર-સ્પીડિંગ

સ્પીડ લિમિટ તોડવાનો અગાઉનો દંડ માત્ર રૂ. 400 હતો. પરંતુ જો હવે તમે સ્પીડ લિમિટ પાર કરશો તો હજારોમાં દંડ ભરવો પડશે. લાઇટ મોટર વાહન માટે રૂ. 1000 થી રૂ. 2000,મીડિયમ પેસેંજર અને માલના વાહનો માટે રૂ. 2,000 થી રૂ. 4000, અને વધુ ગુનાઓ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરવામાં આવશે.માનસિક અથવા શારીરિક રીતે અયોગ્ય થઈને ડ્રાઈવ કરવું

જે લોકો વાહન ચલાવવા માટે યોગ્ય નથી અને છતાં વાહન ચલાવી રહ્યા છે તે ચેતો જાવ. હવે તેમણે પ્રથમ ગુના પર રૂ. 1000 અને તેજ ગુનો ફરી કરતાં રૂ. 2,000 નો દંડ ભરવો પડશે.


અકસ્માતને લગતા ગુના

જો તમારે કારણ કોઈ અકસ્માત સર્જાય તો તમે જેલમાં જઇ શકો છો. પ્રથમ આરોપમાં છ મહિના સુધીની કેદ રૂ. 5,000 નો દંડ ભરવો પડશે. બીજી વાર પકડાતાં એક વર્ષ સુધીની કેદ ની સાથે રૂ. 10,000 નો દંડ ફટકારવામાં આવશે.કાયદેસરની સત્તા વિના વાહન લેવું અને બળ દ્વારા મોટર વાહન કબજે કરવું

આ ગુના બદ્દલ જૂના નિયમો ના હિસાબે પહેલા રૂ. 500 નો દંડ હતો જે હવે સપ્ટેમ્બરમાં વધીને રૂ. 5,000 થઈ ગયો છે.પાછળની સીટમાં મુસાફરો હવે સીટબેલ્ટ પહેરવી ફરજિયાત

હવે આગળની સીટનાં મુસાફરોની જેમ બેકસીટ મુસાફરોએ (14 કે તેથી વધુ ઉમરના) પણ ફરજિયાત સીટબેલ્ટ પહેરવી પડશે. આમ કરવામાં નિષ્ફળ થવાના પરિણામ રૂપે રૂ. 1000 નો દંડ ભરવો પડશે.ભારતમાં રસ્તાઓની સ્થિતિ અને ડ્રાઇવરો અને સવારોના #Chaltahai વલણને જોતાં, નવા મોટર વાહન એક્ટ મુસાફરોમાં #Roadtosafety તરફ ફેરફાર લાવશે. છેવટે, રસ્તા પર દંડ ભરવાના ભયથી તમારે રોડ નિયમોનું પાલન કરવા કરતાં ઓછા અકસ્માતો અને મુસાફરો અને પદયાત્રીઓ માટે સમાન આદર અને શેરીઓને સુરક્ષિત સ્થાન બનાવવા માટે નવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

રોડસેફ્ટીના નિયમો હમેશા પાળવા એ તમારી માટે તેમજ અન્ય લોકો માટે ખુબજ જરૂરી છે.#RoadtosafetyPledge ની પહેલ નો ભાગ બનવા અહીં ક્લિક કરો (https://www.firstpost.com/diageoroadtosafety/)#JoinThePack અને કદી પણ #DrinkandDrive ના કરવાનું વચન લ્યો​.
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading