Home /News /india /કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે રશિયન યુવતીએ ખેજડીના ઝાડ સાથે લગ્ન કરી હવન કર્યો...
કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે રશિયન યુવતીએ ખેજડીના ઝાડ સાથે લગ્ન કરી હવન કર્યો...
કુંડળીમાંથી મંગળ દોષ દૂર કરવા માટે રશિયન યુવતીએ ખેજડીના ઝાડ સાથે લગ્ન કર્યા, હવન કર્યો
ભારતના પ્રવાસે આવેલી એક રશિયન યુવતીએ રાજસ્થાનના ઉદયપુરમાં ખેજડીના ઝાડ સાથે લગ્ન કર્યા છે. તેણે પોતાની કુંડળીમાં જ્યોતિષના જણાવ્યા મુજબ મંગળ દોષથી મુક્તિ મેળવવા માટે આ લગ્ન કર્યા છે. આ માટે આ રશિયન યુવતીએ તમામ નિયમો અનુસાર હવન કરીને ખેજડી સાથે લગ્ન કર્યા હતા.
ઉદયપુર : લગ્ન માટે માત્ર ભારતીયો જ જન્માક્ષર અથવા જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરતા હોય તેવુ નથી, વિદેશીઓ પણ ભારતીય જ્યોતિશાસ્ત્રનો અભ્યાસ કરીને તેનો વિશ્વાસ કરતા હોય છે. વિશ્વ પ્રસિદ્ધ પર્યટન શહેર ઉદયપુરમાં તેનું મોટું ઉદાહરણ જોવા મળ્યું હતુ. અહીં એક રશિયન યુવતીએ પોતાની કુંડળીના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે ખેજડીના ઝાડ સાથે લગ્ન કર્યા છે. આ રશિયન યુવતીને આગરાના એક જ્યોતિષીએ તેની કુંડળીમાં મંગળ દોષ જણાવ્યો હતો. આ ખામી દૂર કરવા આ યુવતી ઉદયપુર આવીને ખેજડી સાથે સંપૂર્ણ વિધિ-વિધાનથી લગ્ન કર્યા હતા. હવે આ છોકરીને આશા છે કે તેને લગ્ન માટે સારો વર મળશે.
મળતી માહિતી મુજબ રશિયાની 28 વર્ષની તાન્યા કાર્કોવા નવેમ્બર મહિનામાં ભારતની મુલાકાતે આવી હતી. આ દરમિયાન તાન્યા આગ્રામાં એક જ્યોતિષને મળી. જ્યોતિષીએ તાન્યાને તેની કુંડળીમાં મંગળદોષના કારણે લગ્ન માટે યોગ્ય છોકરો ન મળવા વિશે જણાવ્યું હતુ. જ્યોતિષીએ તાન્યાને લગ્નની સમસ્યા હલ કરવા માટે પહેલા ખેજડી અથવા પીપળના ઝાડ સાથે લગ્ન કરવાનું સૂચન કર્યું હતુ.
રશિયન યુવતીએ પૂર્ણ શ્રદ્ધા સાથે લગ્ન પહેલા યજ્ઞ હવન કર્યો
ભારતીય જ્યોતિષમાં વિશ્વાસ વ્યક્ત કરતાં તાન્યાએ ઉદયપુરમાં પંડિત હેમંત સુખવાલનો સંપર્ક કર્યો છે. તાન્યાની ઈચ્છા મુજબ હેમંત સુખવાલે તેના લગ્ન ઉદયપુરના સૂરજપોલ વિસ્તારમાં ફતેહ સ્કૂલની સામે આવેલા ખેજડીના ઝાડ પરથી કરાવ્યા. આ દરમિયાન તાન્યા સાથે તેના કેટલાક વિદેશી મિત્રો પણ હાજર હતા. જેમાં તેણીએ નિયમો અનુસાર લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. તાન્યા અને તેના મિત્રોએ પૂર્ણ શ્રદ્ધા સાથે લગ્ન પૂર્વે યજ્ઞ હવન કર્યો પણ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર