સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, આજે આ ભાવ છે

News18 Gujarati
Updated: July 13, 2018, 4:27 PM IST
સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, આજે આ ભાવ છે

  • Share this:
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે દિલ્હીમાં એક લિટરે પેટ્રોલનો ભાવ રૂ.76.76 પર પહોંચ્યો છે. એવી રીતે મુંબઇમાં એનો ભાવ રૂ.84.14 પર પહોંચી ગયો છે.

દિલ્હી-મુંબઇ પછી કોલકાતામાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ.79.42 પર પહોંચી ગયો છે. ચેન્નઈની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ લિટરે રૂ.79.67 પર પહોંચી ગયો છે.

ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં લિટરે રૂ.68.43 થઈ ગયો છે. મુંબઈમાં એનો ભાવ લિટરે રૂ.72.61 થઈ ગયો છે. કોલકાતામાં ડીઝલનો ભાવ લિટરે રૂ.70.98 અને ચેન્નઇમાં રૂ.72.24 પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયો છે. 30 મેએ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ.78.43 પર અને ડીઝલનો ભાવ રૂ.69.31 પર પહોંચી ગયા હતા.

એવી રીતે કાચા તેલની વાત કરીએ તો શુક્રવારે એમાં થોડી નરમાઈ જોવા મળી હતી. બ્રેંટ ક્રૂડ 20 સેન્ટ સસ્તા થઈ 74.25 ડોલર બેરલ પર પહોંચ્યું છે. ગુરુવારની વાત કરીએ તો એ $ 1.05 ડોલર પ્રતિ બેરલ વધ્યો હતો.

અગાઉ  નાણાપ્રધાન અરુણ જેટલીએ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની ઘસીને ના પાડી દીધી હતી.  પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રણ રાખવામાં પ્લાન પણ ઘટાઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાની વિચારણા કરવામાં આવી હતી, જેથી એના ભાવમાં ઘટાડો થાય અને નિયંત્રણમાં રહે.
First published: July 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...