મથુરાના આ ગામમાં ન જવા માટે પોલીસે લગાવવા પડ્યા છે સાવધાનીના બોર્ડ

kiran mehta | News18 Gujarati
Updated: January 1, 2018, 1:16 PM IST
મથુરાના આ ગામમાં ન જવા માટે પોલીસે લગાવવા પડ્યા છે સાવધાનીના બોર્ડ
હવે તે ઓનલાઈન સસ્તી વસ્તુ વેચવાની જાહેરાત મુકી રહ્યા છે...

હવે તે ઓનલાઈન સસ્તી વસ્તુ વેચવાની જાહેરાત મુકી રહ્યા છે...

  • Share this:
મથુરાનું એક ગામ એવું પણ છે, જ્યાં જવા માટે પહેલા પોલીસને સુચના આપવી પડે છે. પોલીસે ખુદ બોર્ડ લગાવી રાખ્યું છે કે, જો તમે આ ગામમાં જતા હોવ તો મથુરાના બરસાના પોલીસ સ્ટેશને જાણ કરીને જાઓ.

મથુરા પોલીસના સાવધાનની બોર્ડ ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. મથુરાનું આ ગામ છે હથિયા. પોલીસે બોર્ડ લગાવી લખ્યું છે કે, જો તમે સસ્તી સોનાની ઈંટ, સસ્તુ લોખંડ, સસ્તુ આરઓ પ્લાન્ટ, સીસીટીવી, જનરેટર અને સસ્તી જમીન ખરીદવા જતા હોય તો સાવધાન તઈ જાઓ, તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી. પોલીસ અનુસાર આ ગામ ઠગ લોકોનું ગામ છે.

ટટૂલ પોલીસ સામે લે છે સીધી ટક્કર

આ ગામના લોકો ટટલી તરીકે પણ ઓળખાય છે. ટટલૂઓની પેઢી દર પેઢી ચાલી આવે છે, તેનું મોટું કારણ એ છે કે પોલીસની નથી કડક કાર્યવાહી. ટટલૂઓ સામે બહું જ ઓછી એવી ઘટના છે જેમાં કાર્યવાહી થઈ હોય. ટટલૂઓના જાણકારો જણાવે છે કે, પોલીસ કાર્યવાહી નહીં થવાનું પણ એક મોટું કારણ એ છે કે, અહીંના લોકો પોલીસ સાથે સીધી ટક્કર લઈ લે છે. 2013માં પોલીસે એકવાર આ ગામ પર રેડ કરી હતી, તો ગામના લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો, જેમાં એક પોલીસ જવાનનું મોત નિપજ્યું હતું.

એટલું જ નહીં, કેટલીએ વાર રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર પોલીસ પર કાર્યવાહી કરવા ગયેલી ટીમ પર હુમલા થયા છે. જ્યારે પણ પોલીસ કાર્યવાહી કરવા જાય ત્યારે માર ખાવાનો વારો આવ્યો છે.

ટટલૂ લોકોઓ હવે છેતરિંડીનો રસ્તો પણ બદલ્યો છે. હવે તે ઓનલાઈન સસ્તી વસ્તુ વેચવાની જાહેરાત મુકી રહ્યા છે, લોકો ખરીદવા માટે ફોન કરે તો તેમનેો મલવા બોલાવે છે, અને ત્યારબાદ આ લોકો તેનું અપહરણ કરી હાથિયા ગામ લઈ જઈ બંધી બનાવી દે છે, ત્યારબાદ ફિરોતીરૂપે મોટી રકમની માંગ કરે છે.
First published: January 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading