કાળાં નાણાંને અંકુશમાં લેવા માટે RBIનો આ નવો નિયમ 15 સપ્ટેમ્બરથી લાગુ

News18 Gujarati
Updated: July 14, 2018, 3:01 PM IST
કાળાં નાણાંને અંકુશમાં લેવા માટે RBIનો આ નવો નિયમ 15 સપ્ટેમ્બરથી લાગુ
ભારતીય રિઝર્વ બૅન્કે કન્ઝ્યુમર ક્રેડિટના રિસ્ક વેટમાં ઘટાડો કર્યો છે.

ડિમાન્ડ ડ્રાફ્ટ પર હવે એને બનાવનારનું નામ આવશે, RBIનો આ નવો નિયમ 15 સપ્ટેમ્બરથી લાગુ

  • Share this:
કાળાં નાણાં અને મની-લોન્ડરિંગના મામલા પર અંકુશ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે. RBIના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરથી ડિમાન્ડ ડ્રાફટ પર એને બનાવનારનું નામ આવશે. અત્યારસુધીમાં ફક્ત જેના ખાતામાં રૂપિયા જમા થતા હતા તેનું નામ આપવાની વ્યવસ્થા હતી.

RBIને આશા છે કે આનાથી બેન્કિંગ વ્યવસ્થામાં પારદર્શિતતા આવશે. આ સંબંધમાં ગુરુવારે એક નોટિસ જાહેર કરવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યા અનુસાર, બેંકે જ્યારે ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર અને બેંક ચેક બનાવડાવે ત્યારે એની પર એને બનાવનારી વ્યક્તિનું નામ પણ સામેલ કરવાનું રહેશે.

રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેંકો, કો-ઓપરેટિવ બેંકો અને જિલ્લા કેન્દ્રીય કો-ઓપરેટિવ બેંકો સહિત પેમેન્ટ્સ બેંકોને પણ આ સંબંધમાં સૂચનાઓ આપી દીધી છે. આ બેંકોને ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે એમણે 15 સપ્ટેમ્બરથી આ નવો નિયમ લાગુ કરવો પડશે.

RBIએ એના માટે નો યોર કસ્ટમર (KYC) નિયમોમાં સંશોધન કર્યું છે. આ સંશોધન કેવાયસીના માસ્ટર ડાયરેક્શનની કલમ 66માં કરવામાં આવ્યું છે.

આરબીઆઇ સમયાંતરે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કાળાં નાણાં પર અંકુશ લગાવવા અને મની-લોન્ડરિંગને કાબૂમાં લેવા માટે પગલાં લેવાનું કહેવામાં આવે છે.
First published: July 13, 2018, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading