ઉડાન ભર્યાની 13મી મિનિટે ઇન્ડોનેશિયાનું વિમાન થયું ક્રેશ, 189 મુસાફરો હતાં સવાર

ફાઈલ તસવીર

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે જકાર્તાથી ટેક ઓફ થયાની 13 મિનીટ પછી એટલે કે 6.33 વાગ્યે વિમાને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

 • Share this:
  જકાર્તાઃ ઇન્ડોનેશનિયાની લાયન એર લાઇનનું એક વિમાન સમુદ્રમાં ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં 189 મુસાફરો સવાર હતા. આજે સવારે જકાર્તાથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં વિમાન દરિયામાં ક્રેશ થઈ ગયું હતું. હાલ સર્ચ અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

  વિમાન ક્રેશ અંગે એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ સર્ચ અને બચાવકામગીરી ચાલી રહી છે. ઇન્ડોનેશિયાની તપાસ અને બચાવ એજન્સીના પ્રવક્તા યુસુફ લતિફે જણાવ્યું કે, વિમાન દરિયામાં ક્રેશ થયાની વાતની પુષ્ટિ થઈ ગઈ છે."

  દરમિયામાં ક્રેશ થયું તે વિમાનમાં 189 મુસાફરો સવાર  હોવાની માહિતી મળી છે. ધ લાયન એરનું વિમાન ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી પેંગકલ પિનાંગ શહેરમાં જઈ રહ્યું હતું. ક્રેશ થયું તે વિમાન બોઇંગ 737 મેક્સ-8 મોડલ હતું. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે જકાર્તાથી ટેક ઓફ થયાની 13 મિનીટ પછી એટલે કે 6.33 વાગ્યે વિમાને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

  આ પણ વાંચોઃ વિમાનમાં ફ્લાઇટ એટેન્ડેન્ટને ખોટી રીતે સ્પર્શ કરતા યુવક પહોંચ્યો જેલ

  ધ લાયન એરના ચીફ એક્ઝિક્યુટિવ એડવર્ડ સિરૈટે કહ્યું કે, "આ તબક્કે અમે કોઈ વધારે માહિતી આપી શકીએ તેમ નથી. અમે હાલ તમામ માહિતી એકઠી કરી રહ્યા છીએ."

  ધ લાયન એરની ફ્લાઇટ JT610એ સવારે આશરે 6.20 વાગ્યે જકાર્તાથી ઉડાન ભરી હતી. આ વિમાન પેંગકલ પિનાંગ ખાતે 7.20 લેન્ડ થવાનું હતું. બોઇક 737 મેક્સ સાથે અકસ્માતનો આ પ્રથમ બનાવ છે. બોઇંગ તરફથી 737 મેક્સ જેટ સૌપ્રથમ વખત વર્ષ 2017માં લોંચ કરવામાં આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: