સરકાર નવા બજેટમાં મધ્યમ વર્ગને આ ભેટ આપી શકે છે

સરકાર રજૂ થનારા બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા માટે ટેક્સ-સ્લેબમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

  • Share this:
સરકાર પહેલી ફેબ્રુઆરીએ 2018ના બજેટની જાહેરાત કરવાની છે. આ બજેટને લઈ સરકાર અનેક પ્રકારની યોજનાઓ કરી રહી છે, કારણ કે આ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં સરકારનું આ છેલ્લું બજેટ હશે. માનવામાં આવે છે કે સરકાર આ બજેટમાં મધ્યમ વર્ગ પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે મધ્યમ વર્ગના લોકો BJPના મોટા આધાર માનવામાં આવે છે. સરકાર રજૂ થનારા બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા માટે ટેક્સ-સ્લેબમાં કેટલાક ફેરફાર કરી શકે છે, જેથી ટેક્સના રૂપમાં તેમને ઓછા રૂપિયા આપવા પડે. જો આ દિશામાં આગળ વધશે તો સરકારે કરમુક્તિનો નિર્ણયને ધ્યાનમાં રાખવો પડશે, જેથી એના ફ્લેગશિપ પ્રોગ્રામ્સ માટેના સ્રોતોમાં ઘટાડો ન થાય. હાલમાં રૂ.2.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. આ ઉપરાંત PPF અને 5 વર્ષ સુધી બેંક એકાઉન્ટમાં રૂ. 1.5 લાખના રોકાણ પર છૂટ મળે છે.

સરકાર આરોગ્ય વીમાને વધારાના લાભ તરીકે આપવા વિચારી રહી છે. એફડી પર ઊંચા વ્યાજની પણ જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સેન્સેક્સમાં વધારો અને મ્યુચ્યુઅલ ફંડ્સના વળતરને લીધે આ સરકારી રોકાણની યોજનાઓમાં આકર્ષણ ઘટ્યું છે. થોડા દિવસો પહેલાં નાણાપ્રધાન જેટલીએ પણ કહ્યું હતું કે સરકાર લોકો વધુ ભંડોળ છૂટું કરે એમાં વિશ્વાસ રાખે છે, જેથી લોકો વધુ ખર્ચ કરી શકે અને વધુ રોકાણ કરી શકે.
First published: