અમદાવાદમાં પાંચ આતંકવાદી પહોંચ્યા, 15 ઓગસ્ટ પહેલા કરી શકે છે હુમલો!

પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચ્યું છે

રિપોર્ટ છે કે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કર્યા પછી આતંકી અમદાવાદ પહોંચી ગયા છે અને ત્યાં હુમલાની તૈયારી કરી રહ્યા છે

  • Share this:
    પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતમાં મોટા હુમલાનું ષડયંત્ર રચ્યું છે. રિપોર્ટ છે કે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કર્યા પછી આતંકી અમદાવાદ પહોંચી ગયા છે અને ત્યાં હુમલાની તૈયારી કરી રહ્યા છે. NEWS18ને ગુપ્ત એજન્સીઓ પાસેથી મળેલી EXCLUSIVE જાણકારી પ્રમાણે આ વર્ષે 18 માર્ચે જૈશ એ મોહમ્મદના પાંચ આતંકી અમદાવાદ પહોંચ્યા હતા. જોકે આ વિશે હજુ સુધી વધારે જાણકારી મળી નથી.

    કહેવાય રહ્યું છે કે આતંકી સાર્વજનિક સ્થળોને નિશાન બનાવી શકે છે. આ આતંકી 15 ઓગસ્ટ પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો ઉપર હુમલો કરી શકે છે. આ મામલે મહારાષ્ટ્રના સ્ટેટ સિક્યોરિટી ફોર્સના પૂર્વ એડીજી પીકે જૈનેનું કહેવું છે કે આતંકી ભીડવાળા વિસ્તારને નિશાન બનાવશે કે કોઇ તહેવારના સમયે ઘટનાને અંજામ આપશે કારણ કે તે સમયે લોકો આસાનીથી નિશાન બની જાય છે.

    આ પણ વાંચો - કેબિનેટની બેઠકમાં નિર્ણય: રશિયામાં ખુલશે ISROની ઓફિસ, સુપ્રીમ કોર્ટમાં હવે 33 જજ

    ગુજરાત સાથે મહારાષ્ટ્રના ઘણા શહેરો નિશાને
    મળેલી જાણકારી પ્રમાણે ગુજરાત જ નહીં આતંકીઓના નિશાને મહારાષ્ટ્રના પણ ઘણા શહેર છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન હુમલો થવાનો ખતરો છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આતંકી એકસાથે મળીને હુમલો નહીં કરે પણ પાંચ અલગ-અલગ સ્થળો ઉપર પહોંચીને એક જ સમયે મોટી આતંકી ઓપરેશનને અંજામ આપી શકે છે.

    સેટેલાઇટ ફોનથી કરી રહ્યા છે વાતચીત
    આ ષડયંત્રની ખબર ગુપ્ત વિભાગને સેટેલાઇટ ફોનથી થઈ રહેલી વાતચીતથી પરથી પડી છે. સેટેલાઇટ ફોન ભારતમાં પ્રતિબંધ છે, જેથી આ કોલના તપાસના આદેશ આપ્યા છે. મુંબઈમાં 26/11ના હુમલા દરમિયાન પણ આતંકીઓએ સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાનથી આ ફોન દ્વારા જ આતંકવાદીઓ સાથે વાતચીત થઈ રહી હતી.
    Published by:Ashish Goyal
    First published: