Home /News /india /

સરકારી રેકોર્ડમાં 'શહીદ' નથી ગણાતાં CRPF અને BSFનાં જવાન

સરકારી રેકોર્ડમાં 'શહીદ' નથી ગણાતાં CRPF અને BSFનાં જવાન

સીઆરપીએફ, બીએસએફ હોય કે પછી બીજી પેરામિલિટ્રી ફોર્સનો જવાન કોઇ આતંકી હુમલામાં વીરગતિ મેળવે છે તો તેને સેનાનાં જવાનની જેમ શહીદનો દરજ્જો આપવામાં આવતો નથી.

સેનાના શહીદ જવાનનાં પરિવારને મળતાં વળતર અને અન્ય સુવિધાઓ જેવા લાભ પણ પેરામિલિટ્રી ફોર્સનાં જવાનનાં પરિવારને મળતા નથી.

    નાસિર હુસૈન, ન્યૂઝ18 હિન્દી: સીઆરપીએફ, બીએસએફ હોય કે પછી બીજી પેરામિલિટ્રી ફોર્સનો જવાન કોઇ આતંકી હુમલામાં વીરગતિ મેળવે છે તો તેને સેનાનાં જવાનની જેમ શહીદનો દરજ્જો આપવામાં આવતો નથી. એટલું જ નહીં સેનાના શહીદ જવાનનાં પરિવારને મળતાં વળતર અને અન્ય સુવિધાઓ જેવા લાભ પણ પેરામિલિટ્રી ફોર્સનાં જવાનનાં પરિવારને મળતા નથી.

    કાશ્મીરનાં કુપવાડામાં શહીદ થનારા સેનાનાં જવાન અને સુકામામાં વીરગતિ મેળવનાર જવાનની શહીદીનો દરજ્જો અલગ અલગ છે. કાલનાં આતંકી હુમલો થયા પછી ફરીથી ગેરબરાબરી પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.

    આ પણ વાંચો: જૈશ-એ-મોહમ્મદે આપી હતી ભારતને હચમચાવી દેવાની ચીમકી, ગુજરાતનો પણ ઉલ્લેખ

    14 માર્ચ 2017નાં રોજ લોકસભામાં એક જવાબમાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ સ્પષ્ટ કર્યું હતું કે, 'કોઇ કાર્યવાહી અને અભિયાનમાં મરાયેલ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અસમ રાઇફલ્સનાં કર્મિકોનાં સંદર્ભમાં શહીદ શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવતો.'

    ન્યૂઝ18 હિંદીએ આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ ગંગારામ અહીર સાથે વાત કરી હતી ત્યારે તેમણે અચરજની સાથે કહ્યું હતું કે, 'આ તો થઇ જ નથી શકતું કે આપમે તેમને શહીદ ન માનીએ. અમે તો ભાષણોમાં પણ તેમને શહીદ ગણાવીએ છીએ. જો કાગળો પર તેમને શહીદ માનવામાં નથી આવતા તો આજે જ આ મામલાની તપાસ કરાવું છું. અમે બનતા પ્રયાસ કરીશું કે તેમને શહીદનો દરજ્જો મળે.' તેમના આ નિવેદનને પણ બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે.

    આ પણ વાંચો: J&Kમાં આતંકી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ, BJPનાં તમામ કાર્યક્રમો રદ

    દંતેવાડા, છત્તીસગઢમાં 2010માં મરાયેલ નિર્વેશ કુમારનાં પિતા પ્રીતમ સિંહનું કહેવું છે કે, 'સેના દુશ્મન સાથે બોર્ડર પર લડે છે અને પેરામિલિટ્રી ફોર્સનાં જવાન દેશની આંતરિક સુરક્ષા માટે દેશની અંદર રહેલા દુશ્મનો સાથે લડે છે. પરંતુ સરકાર આની પર દોહરી નીતિ અપનાવે છે. સવાલ સુવિધારોનો નથી. બંન્નેની શહીદીને બરાબર દરજ્જો મળવો જોઇએ. હું આ લડાઇને લડતો રહીશ જ્યાં સુધી મારા દીકરાને જ નહીં પરંતુ અન્ય જવાનોને પણ તેમનો હક મળી નથી જતો. '
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CRPF, Jammu Kashmir, Pulawama Terror Attack, આતંકી હુમલો, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन