જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષાબળો ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો, 6 જવાન ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: October 26, 2019, 9:20 PM IST
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષાબળો ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો, 6 જવાન ઇજાગ્રસ્ત
તસવીર - એએનઆઈ

આ હુમલા પછી સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો

  • Share this:
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના કાકા સરાય વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં 6 જવાન ઈજાગ્રસ્ત થયા છે. આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલા પછી સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત્ છે.સેનાના મતે શનિવારે આતંકીઓએ કાકા સરાય વિસ્તારમાં સીઆરપીએફ બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં 6 જવાનો ઇજાગ્રસ્ત થવાની સુચના મળી રહી છે.આ પણ વાંચો - શિવસેના મહારાષ્ટ્રમાં અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડગ, કહ્યું - લખીને આપે અમિત શાહ

આ ગ્રેનેડ હુમલો કેરન નગર પોલીસ સ્ટેશન પર સાંજે 6 કલાકને 50 મિનિટ પર થયો હતો. જેમાં 6 જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સાંજે આતંકવાદીઓએ જવાનોની એક ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. કુલગામ જિલ્લાના ચવલગામ વિસ્તારમાં થયેલા આ આતંકવાદી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો.
First published: October 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading