કાશ્મીરી અલગાવવાદીઓ જ નહીં PAK દૂતાવાસ પણ આપી રહ્યું હતું આતંકવાદીઓને પૈસા

કાશ્મીરી અલગાવવાદીઓ જ નહીં PAK દૂતાવાસ પણ આપી રહ્યું હતું આતંકવાદીઓને પૈસા

ચાર્જશીટના મતે ઘાટીમાં હિંસા, પત્થરબાજી અને આતંકી ગતિવિધિઓ માટે અલગાવવાદીઓને પાકિસ્તાનના દૂતાવાસે પણ ફંડિંગ કર્યું

 • Share this:
  ટેટર ફંડિંગ કેસ (Terror Funding)માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની તપાસમાં કેટલાક એવા ખુલાસા થયા છે જે એ વાતની પૃષ્ટી કરી રહ્યા છે કે કાશ્મીર (Kashmir)માં હિંસા અને પત્થરબાજીમાં પાકિસ્તાનનું દૂતાવાસ (Pakistan)પણ સામેલ રહ્યું છે. નવી દિલ્હીની એક કોર્ટમાં શુક્રવારે NIAએ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટના મતે ઘાટીમાં હિંસા, પત્થરબાજી અને આતંકી ગતિવિધિઓ માટે અલગાવવાદીઓને પાકિસ્તાનના દૂતાવાસે પણ ફંડિંગ કર્યું છે.

  આ પહેલા ટેરર ફંડિંગની પ્રથમ ચાર્જશીટ 2017મા દાખલ કરવામાં આવી હતી. જેમાં ઘાટીમાં હિંસા અને બીજી આતંકી ગતિવિધિઓ માટે અલગાવવાદીઓને પાકિસ્તાનના દૂતાવાસથી ફંડિંગ મળ્યોનો ઉલ્લેખ હતો.

  આ ચાર્જશીટમાં આતંકના આખા સિન્ડીકેટનો ઉલ્લેખ હતો. ચાર્જશીટમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે કેવી રીતે પૈસા સરહદ પાર અને દિલ્હીમાંથી કાશ્મીર ઘાટીમાં આતંકી ગતિવિધિઓ અને પત્થરબાજી સહિત અન્ય હિંસક કાર્યો માટે મોકલવામાં આવતા હતા.

  આ પણ વાંચો - મહિલા કોન્સ્ટેબલનું દેશભક્તિથી ઓતપ્રોત ભાષણ વાયરલ, તમારા રુવાંટા ઉભા થઈ જશે

  સૂત્રોના મતે એનઆઈએના મતે અલગાવવાદી નેતા અને આરોપી યાસિન મલિકના ઘરથી ડિજીટલ ડાયરી મળી હતી. જેમા આતંકી હાફિઝ સઇદના સંગઠનથી પૈસાનો લેણ-દેણનો ઉલ્લેખ હતો.

  આ સિવાય યાસિન મલિકના ઇ-મેલ એટલે કે હોટમેલની આઈડીથી ઘણા મેલ મળ્યા હતા. જેમાં સ્પષ્ટ થાય છે કે યાસિન મલિક લશ્કર અને તહરીક ઉલ મુજાહિદ્દીનના સંપર્કમાં હતો. રાશિદ એન્જીનિયર અને મશરત આલમના ત્યાં પણ દરોડામાં એનઆઈએને સાબિતી હાથ લાગી છે.

  સરહદ પાર પાકિસ્તાનથી થઇ રહેલા ફંડિંગથી ઘાટીમાં પત્થરબાજી અને હિંસા ફેલાવવાનું કામ થઈ રહ્યું હતું. આરોપી યાસિન મલિક અને અન્યોની આ મામલામાં ધરપકડ કરી છે અને ઘણા સમયથી જેલમાં બંધ છે.
  Published by:Ashish Goyal
  First published: