જ્યારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજજૂને સ્કુલ લઈ ગઈ પુત્રી, કહ્યું - બોસને કહો, તે તમને માફ કરી દેશે

જ્યારે કેન્દ્રીય મંત્રી કિરેન રિજજૂને સ્કુલ લઈ ગઈ પુત્રી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજજૂએ હાલમાં જ પોતાની એક પુત્રીનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહી છે કે બોસને રજા માટે કહો જેથી તમે મારી સાથે સ્કુલ આવી શકો

 • Share this:
  કેન્દ્રીય મંત્રી કિરેન રિજજૂએ હાલમાં જ પોતાની એક પુત્રીનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહી છે કે બોસને રજા માટે કહો જેથી તમે મારી સાથે સ્કુલ આવી શકો. પુત્રીના કહેવાથી કિરેન રિજિજૂ પોતાના વ્યસ્ત શિડ્યુલમાં ખાલી સમય કાઢી પુત્રીની સ્કુલમાં ગયા હતા.

  વીડિયોમાં તે કહે છે કે પાપા કાલે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે છે. તમારે કાલે જરૂર આવવાનું છે. મમ્મા હંમેશા સ્કુલ આવે છે તે મારો ડાન્સ પણ જુવે છે પણ તમે ક્યારેય આવતા નથી. આમ કેમ બની શકે? ગાન્ડ પેરેન્ટ્સ પણ ગામમાથી આટલા દૂર દિલ્હી આવે છે.

  આગળ તે સ્કુલ આવવાનો રસ્તો પણ બતાવે છે. કિરેન રિજજુની પુત્રી કહે છે કે તમે તમારા બોસને કહો કે મારે પોતાની પુત્રીની સ્કુલે જવાનું છે જેથી રજા જોઈએ છે. તે તમને માફ કરી દેશે.

  જ્યારથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી આ વીડિયોને લગભગ 700થી વધારે રી-ટ્વિટ કરવામાં આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: