ડોટ દ્વારા ટેલિ. કંપનીઓ પાસેથી ઓછી આવક દર્શાવવા બદલ રૂ.2,578 કરોડ વસૂલાશે

ડોટ દ્વારા ટેલિ. કંપનીઓ પાસેથી ઓછી આવક દર્શાવવા બદલ રૂ.2,578 કરોડ વસૂલાશે.

ડોટ દ્વારા ટેલિ. કંપનીઓ પાસેથી ઓછી આવક દર્શાવવા બદલ રૂ.2,578 કરોડ વસૂલાશે

  • Share this:
ખરેખર કરતાં નીચી આવક દર્શાવવાના કેસમાં ટેલિકોમ વિભાગ ટાટા ટેલિસર્વિસીસ, ટેલિનોર સહિતની કુલ 5 કંપનીઓને રૂ.2,578 કરોડની વસૂલાત માટે નોટિસ ફટકારશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઓછી આવક બતાવવા બદલ રૂ.2,578 કરોડની રિકવરી માટે ટેલિકોમ વિભાગે ઉપરોક્ત કંપનીઓને નોટિસ મોકલવાનો નિર્ણય લીધો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેગે નવ ડિસે.એ સંસદમાં રજૂ કરેલા અહેવાલ પ્રમાણે ટાટા ટેલિસર્વિસીસ, ટેલિનોર, વિડિયોકોન ટેલિકોમ, ક્વોડ્રન્ટએ તેમની આવક રૂ.14,800 કરોડ જેટલી ઓછી બતાવી હતી, જેને કારણે સરકારને રૂ.2,578 કરોડનું નુકસાન થયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેગના અહેવાલ પ્રમાણે સરકારને લાઇસન્સ ફી પેટે રૂ.1,015.17 કરોડની ચુકવણી કરવામાં આવી હત, જેમાં સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ પેટે રૂ.511.53 કરોડ ઓછા ચૂકવાયા હતા, જ્યારે ચુકવણીમાં કરાયેલા વિલંબના વ્યાજ પેટે રૂ.1,052.13 કરોડની વસૂલાત માટે આ નોટિસ ફટકારવાનો નિર્ણય લેવાયો હતો.
First published: