Telangana honour killing: આરોપી પિતા દ્રશ્યમ ફિલ્મની જેમ પોલીસને ઠગવા માંગતો હતો

તેલંગાનાના નાલગોંડામાં 23 વર્ષના યુવક પ્રણયની હત્યાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે

તેલંગાનાના નાલગોંડામાં 23 વર્ષના યુવક પ્રણયની હત્યાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

 • Share this:
  તેલંગાનાના નાલગોંડામાં 23 વર્ષના યુવક પ્રણયની હત્યાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યાના મુખ્ય આરોપી છોકરીનો પિતાએ તેલુગુ ફિલ્મ દ્રશ્યમની જેમ પોલીસને ચકમો આપવા માટે તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે તે પોતાના જમાઇની હત્યા સમયે ઘટનાસ્થળ પર ન હતો.

  ફિલ્મ દ્રશ્યમમાં અભિનેતા વેંકટેશે પોતાની દીકરીની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે કંઇક આ રીતનો જ પ્રયાસ કર્યો હતો. નલગોંડાના એસપી એવી રંગનાથે કહ્યું, 'આરોપી મૂર્તિ રાવે ફિલ્મ દ્રશ્યમની જેમ જ પોતાને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કર્યો. 14 સપ્ટેમ્બરે હત્યાના દિવસે અપરાધના બે કલાક પહેલા તે નલગોંડામાં જોઇન્ટ કલેક્ટરની ઓફિસે ગયો હતો અને અધિકારીઓને મળ્યો એટલે તે સાબિત થાય કે તેનો આ હત્યાકાંડથી કોઇ સંબંધ નથી.'

  રંગનાથે કહ્યું, 'તે દિવસે જ્યારે તે નલગોંડા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે સમયે મૂર્તિએ જિલ્લાના ડેપ્યુટી એસપી અને આરડીઓને જોયા તથા ગાડીમાંથી ઉતરીને તેણે ગણેશ ઉત્સવ અંગેની માહિતી લીધી. છળ કરીને પોતે ઘટનાસ્થળે ન હતો તે દર્શાવવાનો તેનો પ્રયાસ નિરર્થક સાબિત થયો કારણ કે અમે ટેક્નિકલ તથા અન્ય સાબિતી ભેગી કરી છે. જેનાથી સાબિત થઇ ગયું કે આ હોરર કિલિંગમાં મૂર્તિનો હાથ હતો. '

  પોલીસે જણાવ્યું કે મૂર્તિએ હત્યાના ષડયંત્ર અંગે પોતાની પત્નીને પણ જણાવ્યું ન હતું. રંગનાથે કહ્યું, 'મૂર્તિ રાવે પત્નીનો ઉપયોગ છોકરી અને જમાઇ અંગે જાણવા માટે કર્યો. તેની પત્નીએ જ જણાવ્યું હતું કે તેની દીકરી ગર્ભવતી છે અને ડોક્ટરના ચેકઅપ માટે જવાની છે. જોકે માતાને આવું કંઇપણ થશે તેનો કોઇ અહેસાસ પણ ન હતો.'

  જાણો આખો કેસ

  નોંધનીય છે કે, તેલંગાણામાં એક સવર્ણ યુવતીએ દલિત યુવક સાથે લગ્ન કર્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા તેનાં પિતાએ દલિત યુવકને મારી નાખવાની સોપારી આપી હતી. જેમાં દલિત યુવાનની હત્યા થઇ ગઇ હતી. જેમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જો કે નાલગોંડામાં 23 વર્ષનાં આ યુવકની હત્યાનાં મુદ્દે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, આઇએસઆઇ લિંક, એક કરોડ રૂપિયાની સોપારી અને ગુજરાતના પુર્વ ગૃહમંત્રીની હત્યાનું કનેક્શન સામે આવ્યું છે. તેલંગાણા પોલીસનાં સીનિયર અધિકારીએ એક અગ્રણી સમાચાર પત્ર સાથે વાતચીતમાં જણાવ્યું કે, મોહમ્મદ અબ્દુલ બારી નામનાં યુવકની હત્યા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. બારીને ગુજરાતનાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાનાં મર્ડરના કેસમાં અગાઉ છોડી મુકવામાં આવ્યો હતો.

  પોલીસે જણાવ્યું કે, બારી, નાલગોંડાનાં આઇએસઆઇના શંકાસ્પદ અસગર અલીની ગેંગનો સભ્ય છે. અસગર અને બારી બંન્નેની 2003માં પંડ્યાની હત્યા કરવાનાં કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. મર્ડર કેસમાં બરીને છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ અસગરની વિરુદ્ધ હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓનાં અનુસાર તેનાં તાર આઇએસઆઇ સાથે પણ જોડાયેલા છે
  Published by:Kaushal Pancholi
  First published: