જો જ્યોતિષ કહી દે તો તેલંગાણામાં સમય પહેલા ચુંટણી કરાવી શકે ચંદ્રેશેખર રાવ

ચંદ્રેશેખર રાવ (File Photo)

 • Share this:
  શું તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રેશેખર રાવ રાજ્યમાં સમય પહેલા ચુંટણી કરાવવાની તૈયારી કરી રહ્યા છે? હૈદરાબાદમાં આ પ્રકારની અફવા છે કે ચંદ્રેશેખર રાવ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સાથે તેલંગાણામાં પણ વિધાનસંભા ચુંટણી કરાવી શકે છે. જોકે આ વિશે મુખ્યમંત્રી અને તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) તરફથી કશું કહેવામાં આવ્યું નથી. જોકે રાજનિતીક જાણકારો સમય પહેલા ચુંટણીની સંભાવનાઓથી ઇન્કાર કરતા નથી. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં લોકસભા ચુંટણીની સાથે આગામી વિધાનસભાની ચુંટણી થવાની છે.

  કેસીઆરને એસ્ટ્રોલોજી અને વાસ્તુમાં ઘણો વિશ્વાસ છે. તે જ્યોતિષો અને વાસ્તુ વિશેષજ્ઞોને પૂછ્યા વગર કોઈ નિર્ણય કરતા નથી. આવા સમયે તેના એક નજીકના વ્યક્તિનું કહેવું છે કે જો કોઈ જ્યોતિષ કહી દે તો કેસીઆર રાજ્યમાં સમય પહેલા ચુંટણી કરાવી શકે છે.

  2014માં મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા પછી કેસીઆરે ઘણી વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી છે અને કેટલીક સફળતા પૂર્વક શરૂ પણ કરી છે. જનતા માટે કરેલા કાર્યોને કારણે તેના વિરોધી પણ માને છે કે તેમને હરાવવા આસાન નથી.

  રાજ્યમાં ચુંટણી નિર્ધારિત સમય પર થાય કે વહેલા કરવામાં આવે તેની ઉપર કેસીઆરના વિશ્વાસપાત્રોની સલાહ પણ અલગ-અલગ છે. કેટલાકનું માનવું છે કે રાજ્યમાં લોકસભા ચુંટણી પહેલા વિધાનસભાની ચુંટણી કરાવવાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે. આ નેતોઓને ડર છે કે રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની ચુંટણી થશે તો પરિણામ ટીઆરએસના વિરોધમાં જઈ શકે છે. કારણ કે તે સમયે કોંગ્રેસ ચુંટણી માટે તૈયાર થઈ ગઈ હશે.

  બીજી તરફ કેટલાકનું માનવું છે કે સમય પહેલા ચુંટણી કરાવવી પાર્ટી માટે દુર્ભાગ્યપૂર્ણ બની શકે છે. કારણ કે પૂર્વમાં જેટલા પણ મુખ્યમંત્રીઓએ આમ કર્યું છે તેમાંથી મોટા ભાગના હાર્યા છે.
  Published by:Ashish Goyal
  First published: