Home /News /india /

ઇદ પર ગૌહત્યા રોકવા તેલંગાણા બીજેપીના MLAએ આપ્યું રાજીનામું

ઇદ પર ગૌહત્યા રોકવા તેલંગાણા બીજેપીના MLAએ આપ્યું રાજીનામું

રાજાસિંઘ

"બકરી ઈદના દિવસે તેલંગાણાના રસ્તાઓ પર અમે જાતે જ ગૌરક્ષા કરીશું. મરીશું અથવા મારીશું પરંતુ ગાયને મરવા નહીં દઈએ."

  તેલંગાણાના બીજેપીના ધારાસભ્ય ટી રાજાસિંઘ લોધએ કહ્યું છે કે તેમણે પોતાની પાર્ટીની પોતાનું રાજીનામું આપી દીધું છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે ગૌરક્ષાને લઈને તેમને કોઈ સમર્થન નથી મળી રહ્યું. તેલંગાણા વિધાનસભાના ગોશમહલ બેઠક પરથી ચૂંટાઈને આવેલા રાજાસિંઘે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સંદેશ આપ્યો છે કે તેમણે પોતાનું રાજીનામું તેલંગાણા બીજેપીના અધ્યક્ષ કે. લક્ષ્મણને મોકલી આપ્યું છે.

  તેમણે કહ્યું કે, "મારા માટે હિન્દુ ધર્મ અને ગૌરક્ષા પ્રાથમિક્તા છે. મારા માટે રાજકારણ પછી આવે છે. ગૌરક્ષા માટે બીજેપીમાંથી રાજીનામું આપી દીધું છે. હું અનેક વખત આ મુદ્દો વિધાનસભામાં લાવ્યો હતો પરંતુ પાર્ટીએ મને કોઈ સહકાર ન આપ્યો. હવે હું મારી ટીમ સાથે રસ્તા પર ઉતરીશ અને રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવીશું."

  રાજાસિંઘે કહ્યું કે, "આગામી બકરી ઈદના દિવસે તેલંગાણાના રસ્તાઓ પર અમે જાતે જ ગૌરક્ષા કરીશું. મરીશું અથવા મારીશું પરંતુ ગાયને મરવા નહીં દઈએ. હું જે કામ કરીશ તેની સાથે બીજેપીને ન જોડતા કારણ કે આ મારું વ્યક્તિગત કામ છે."

  રાજાસિંઘે આરોપ લગાવ્યો કે, પહેલા તેલંગાણાની આસપાસ ચેકપોસ્ટ લગાવવામાં આવતી હતી પરંતુ હવે એવું નથી. તેલંગાણાના સીએમ પર આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે, "ચેકપોસ્ટ ન લગાવવા પાછળનું કારણ એવું છે કે સીએમ ઇચ્છી રહ્યા છે કે વધારેમાં વધારે ગૌહત્યા થાય. બોગસ ગૌરક્ષકોને કારણે સાચા ગૌપ્રેમીઓ અને ગૌરક્ષકોનું નામ બદનામ થઈ રહ્યું છે. આ કોંગ્રેસનું ષડયંત્ર હતું. તેલંગણાના રસ્તાઓ પર આગામી 22મી ઓગસ્ટ સુધી ગૌરક્ષા કરીશું."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Assembly

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन