Home /News /india /

તેજસ્વી સાથે મને લડાવવા માંગતી હતી ઐશ્વર્યા, અમારા પરિવારને કહેતી 'અભણ': તેજપ્રતાપ

તેજસ્વી સાથે મને લડાવવા માંગતી હતી ઐશ્વર્યા, અમારા પરિવારને કહેતી 'અભણ': તેજપ્રતાપ

તેજપ્રતાપ યાદવે છુટાછેડાની અરજી માટે પોતાની પત્ની ઐશ્વર્યા રાય પર ગંભીર આરોપ લગાવ્યા

તેજપ્રતાપ યાદવે છુટાછેડાની અરજી માટે પોતાની પત્ની ઐશ્વર્યા રાય પર ગંભીર આરોપ લગાવ્યા

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે છુટાછેડાની અરજી માટે પોતાની પત્ની ઐશ્વર્યા રાય પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેજપ્રતાપે પોતાની અરજીમાં લખ્યું છે કે ઐશ્વર્યા મને અને મારા  નાના ભાઈ તેજસ્વીને લડાવવા માંગતી હતી અને તે બંને વચ્ચે દિવાલ બનવાનો પ્રયત્ન કરી રહી હતી. તે કહેતી હતી કે તેજસ્વી તારી ઇર્ષા કરે છે. તે અમને બધાને અભણ માનતી હતી.

    ન્યૂઝ 18ને મળેલી જાણકારી પ્રમાણે તેજપ્રતાપે પોતાના અરજીમાં તારીખ સાથે ઉલ્લેખ કર્યો છે 12 મે ના રોજ લગ્ન પછી 1 સપ્ટેમ્બર સુધી બંને વચ્ચે શું-શું થયું હતું. તેણે પોતાની અરજીમાં લખ્યું છે કે 2 જૂને ઐશ્વર્યાએ કહ્યું હતું કે તમારા ત્યાં બધા અભણ છે. 9 અને 11 જૂને બંને વચ્ચે લડાઈ થઈ હતી. બંનેએ એકબીજા ઉપર પાણી ફેક્યું હતું, મારપીટ પણ થઈ હતી. જુલાઈ અને ઓગસ્ટમાં પણ બંનેની લડાઈ થઈ હતી.

    તેજપ્રતાપે વધુમાં લખ્યું હતું કે પત્ની તેને કાયદાકીય મામલામાં ફસાવવાની ધમકી પણ આપતી હતી. કોઈપણ મામલામાં પરિવારની દખલ ઐશ્વર્યાને પસંદ ન હતી. મીસાએ કોઈ વાત પર તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે કહી દીધું હતું કે તુ કોણ છે મને સમજાવનાર.

    અરજીમાં વધુમાં લખ્યું છે કે ઐશ્વર્યા તેની ઉપર પોતાના પિતા ચંદ્રિકા રાયને છપરા લોકસભાની ટિકિટ અપાવવા માટે દબાણ બનાવી રહી હતી. ઐશ્વર્યા બોલતી હતી કે જો છપરાથી મારા પિતાને ટિકિટ ન મળે તો લગ્નનો શું ફાયદો. આ માટે તે સતત દબાણ કરી રહી હતી.

    તેજપ્રતાપે શુક્રવારે પોતાના લગ્નના પાંચ મહિના પછી પત્ની ઐશ્વર્યાથી છુટાછેડા લેવા માટે પટના સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલાની આગામી સુનાવણી 29 નવેમ્બરે થશે. ઐશ્વર્યા સાથે છુટાછેડાના નિર્ણય પછી લાલુ પરિવાર અને પૂર્વ સીએમ દારોગા પ્રસાદ રાયના પરિવારમાં ઉથલ-પુથલ જોવા મળી રહી છે.

    આ પણ વાંચો  - તેજપ્રતાપનું છલકાયું દર્દ: રાજનીતિ માટે કરાવ્યા મારા લગ્ન, પીએમ બોલે તો પણ માનીશ નહીં

    તેજપ્રતાપના લગ્ન ઐશ્વર્યા સાથે 12 મે 2018ના રોજ થયા હતા. આ લગ્નમા્ં લગભગ 50 હજાર લોકો સામેલ થયા હતા.

    પોતાની અરજીમાં તેજપ્રતાપે ત્રણ માંગણી કરી છે. પ્રથમ - હિન્દુ વિવાહ અધિનિયમ 13 (1) (1a)પ્રમાણે છુટાછેડા, બીજો - લગ્નના એક વર્ષની અંદર છુટાછેડાની માંગણી અને ત્રીજી કલમ 22 અંતર્ગત કોર્ટની સુનાવણી પ્રક્રિયા બંધ કમરામાં અને તેને પ્રકાશિત ના કરવાની માંગણી.

    આ પણ વાંચો - છુટાછેડાની અરજી પર બોલ્યો તેજપ્રતાપ: ગૂંગળાઇને જીવવાનો કોઇ ફાયદો નથી
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Aishwarya, આરજેડી`, બિહાર

    આગામી સમાચાર