મુઝફ્ફરપુર કાંડઃ તેજસ્વી યાદવે લખ્યો પત્ર, 'સાત બહેનોનો ભાઈ છું, રાત્રે ઊંઘી નથી શકતો'

News18 Gujarati
Updated: August 4, 2018, 2:42 PM IST
મુઝફ્ફરપુર કાંડઃ તેજસ્વી યાદવે લખ્યો પત્ર, 'સાત બહેનોનો ભાઈ છું, રાત્રે ઊંઘી નથી શકતો'
તેજસ્વી યાદવ (ફાઇલ ફોટો)

"એ અનાથ બાળકીઓ કોઈ માટે વોટબેંક નથી, એટલા માટે આપણે શું લેવા દેવા? એની સાથે અમારે શું સંબંધ. એ લૂંટાતી રહી, માર ખાતી રહી, શરમિંદા થતી રહી, રડતી રહી, બૂમો પાડતી રહી, મરતી રહી. હવસના પૂજારીઓના હાથમાં એ દરેક રાત્રે લૂંટાતી રહી અને સરકાર ગાઢ નિંદ્રામાં ઊંઘતી રહી."

  • Share this:
મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં બાળકીઓ સાથે બળાત્કારના કેસના મામલે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કરતા તેમના રાજીનામાની માંગણી કરી છે. આ મામલે હવે તેમણે નીતિશ કુમારને એક ખુલ્લો પત્ર લખ્યો છે.

ટ્વિટર પર જાહેર કરેલા પત્રમાં તેજસ્વીએ લખ્યું છે કે, "મુઝફ્ફરપુર કેસમાં તમારા મૌન બાદ હું આ ખુલ્લો પત્ર લખવા માટે મજબૂર થયો છું. આ એક ગેરરાજકીય પત્ર છે, કારણ કે હું સામાજિક કાર્યકર પછી છું, પહેલા હું સાત બહેનોનો ભાઈ છું, એક માતાનો પુત્ર છું, અનેક બાળકોનો કાકા કે મામા છું. બાળકીઓ સાથે આવી ઘટના બન્યા પછી હું ઊંઘી નથી શકતો. તમે કેવી રીતે ચૂપ રહી શકો છો તે તમારાથી વધારે સારી રીતે કોણ જાણી શકે."

તેજસ્વીએ બાળકીઓ સાથે થયેલી બર્બરતા પર ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે, "આ ઘટનાઓ પછી હું દુઃખી છું, કારણ કે તેમની ઉંમર રમકડાંઓથી રમવાની છે અને તેઓ ખુદ જ રમકડાં બની ગઈ છે. એ અનાથ બાળકીઓ કોઈ માટે વોટ બેંક નથી, એટલા માટે આપણે શું લેવા દેવા? એની સાથે અમારે શું સંબંધ. એ લૂંટાતી રહી, માર ખાતી રહી, શરમિંદા થતી રહી, રડતી રહી, બૂમો પાડતી રહી, મરતી રહી. હવસના પૂજારીઓના હાથમાં એ દરેક રાત્રે લૂંટાતી રહી અને સરકાર ગાઢ નિંદ્રામાં ઊંઘતી રહી. શું આ જ સુસાશન છે, જ્યાં પોલીસતંત્રએ પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી હતી. સરકાર અને સમાજનો આ સૌથી ધૃણાસ્પદ ચહેરો છે."

નીતિશ કુમાર સરકાર પર હુમલો કરતા તેજસ્વીએ પત્રમાં લખ્યું છે કે, "એ બાળકીઓ શું બિહારની અમાનત નથી? જો બિહારની વર્તમાન સરકાર તેની જવાબદારી ન લેતી હોય તો ન લે, કારણ કે અમે તેને મૃત માની લીધી છે. જેનો આત્મા જ મરી ગયો હોય તે જીવતો રહીને પણ શું કરે? મુઝફ્ફરપુરની આ ઘટના માનવિય ઇતિહાસની સૌથી ક્રૂર અને શરમજનક ઘટના છે. લાંબા સમય સુધી આવું ચાલતું રહ્યું અને સરકારના કોઈ પણ તંત્ર કે કોઈ સૂત્રોના કાનના કીડા પણ ન હલ્યા. એક ખાનગી સંસ્થાએ રિપોર્ટ સોંપ્યો તેના 55 દિવસ સુધી પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. અમે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સંસદીય મંત્રીએ આખા ગૃહને ગેરમાર્ગે દોર્યું હતું."

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે લખ્યું છે કે, "આ ઘટનામાં આરોપ સાબિત થયા બાદ આરોપીઓને ઓછામાં ઓછી ફાંસીની સજા મળવી જોઈએ. આવી ઘટના બિહારમાં ફરી ન ઘટની જોઈએ નહીં તો લોકો પુત્રીને જણતા પણ ડરશે."
First published: August 4, 2018
વધુ વાંચો
अगली ख़बर