Home /News /india /

તેજપ્રતાપનું છલકાયું દર્દ: રાજનીતિ માટે કરાવ્યા મારા લગ્ન, પીએમ બોલે તો પણ માનીશ નહીં

તેજપ્રતાપનું છલકાયું દર્દ: રાજનીતિ માટે કરાવ્યા મારા લગ્ન, પીએમ બોલે તો પણ માનીશ નહીં

તેજપ્રતાપે કહ્યું હતું કે ઘણા સમયથી સહન કરી રહ્યો છું, તે સાઉથ પોલ છે અને હું નોર્થ પોલ છું.

તેજપ્રતાપે કહ્યું - મારો અને ઐશ્વર્યાનો ઝઘડો થઈ રહ્યો હતો. પપ્પા સામે પણ ઝઘડો થયો છે. મમ્મી સામે પણ ઘણી વખત અમારી વચ્ચે રકઝક થઈ હતી

    લાલુ પ્રસાદ યાદવના ઘરમાં બધુ બરોબર ચાલી રહ્યું નથી. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યા સાથે છુટાછેટા લેવાનો નિર્ણય કરી જ લીધો છે. આ નિર્ણય પર પોતાની વાત રાખતા તેજપ્રતાપે કહ્યું હતું કે તેને બાળપણથી જ ન્યાય માટે લડાઈ લડવી પડી છે.

    તેજપ્રતાપે કહ્યું હતું કે ઘણા સમયથી સહન કરી રહ્યો છું, તે સાઉથ પોલ છે અને હું નોર્થ પોલ છું. મારા લગ્ન રાજનીતિ માટે કરાવ્યા હતા. પીએમ પણ સમાધાન કરવા માટે બોલશે તો પણ માનીશ નહીં.

    તેજપ્રતાપે કહ્યું હતું કે મારો અને ઐશ્વર્યાનો ઝઘડો થઈ રહ્યો હતો. પપ્પા સામે પણ ઝઘડો થયો છે. મમ્મી સામે પણ ઘણી વખત અમારી વચ્ચે રકઝક થઈ હતી. બધા લોકો જોઈ રહ્યા હતા પણ નજરઅંદાજ કરી રહ્યા હતા. હવે તીર નિકળી ગયું છે પાછું આવશે નહીં

    તેજપ્રતાપે આગળ કહ્યું હતું કે મારા મામાના છોકરા ઓમપ્રકાશ અને નાગમણીએ મને મોહરા બનાવ્યો હતો અને હવે અમારો તમાશો જોઈ રહ્યા છે. હું નિર્ણય પર અડગ છું, બદલીશ નહીં. ઓમપ્રકાશે માતા જીને શું કહ્યું મને ખબર નથી. અમને ફસાવવામાં આવ્યા છે. ઐશ્વર્યાએ કહ્યું કે તલાક આપી દો. માતા વાત સાંભળવા તૈયાર નથી. હું ક્યારેય લગ્ન કરવા માંગતો ન હતો. અમે માતા-પિતાને કહ્યું હતું કે અમારી વચ્ચે બનતું નથી. લાખ દુનિયા મનાવશે તો પણ માનીશ નહીં.

    ઉલ્લેખનીય છે કે લાલુ પરિવારમાં બંને પુત્રો વચ્ચે મતભેદના સમાચારો બહાર આવે છે. જોકે જ્યારે આ મામલો મીડિયા સામે આવે છે ત્યારે બંને ભાઈઓ તેને અફવા ગણાવે છે. હવે તેજપ્રતાપે પોતાની પત્ની ઐશ્વર્યાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જેથી અંદાજ લગાવી શકાય કે લાલુ યાદવના પરિવારમાં બધુ ઠીક નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Tej Pratap Yadav, આરજેડી`, બિહાર, લાલુ પ્રસાદ યાદવ

    આગામી સમાચાર