Home /News /india /પત્ની સાથે છૂટાછેડા અંગે પિતાને મળ્યા બાદ ઘરે પરત નથી ફર્યો તેજ પ્રતાપ યાદવ: સૂત્ર

પત્ની સાથે છૂટાછેડા અંગે પિતાને મળ્યા બાદ ઘરે પરત નથી ફર્યો તેજ પ્રતાપ યાદવ: સૂત્ર

પિતા સાથે તેજ પ્રતાપ યાદવ (ફાઇલ તસવીર)

પટનાઃ યાદવ પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો સૌથી મોટો પુત્ર તેજ પ્રતાપ યાદવ શનિવારે રાંચી ખાતે લાલુ પ્રસાદને મળીને ઘરે પરત ફર્યો નથી. રાંચીથી ઘરે આવવા માટે નીકળ્યા બાદ તે રસ્તામાંથી કોઈ અજાણી જગ્યાએ ચાલ્યો ગયો છે. પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અરજી અંગે ચર્ચા કરવા માટે તેજ પ્રતાપે રાંચીની રાજેન્દ્ર ઇન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ હોસ્પિટલ ખાતે પિતા સાથે મુલાકાત કરી હતી.

હાલ ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ જેલમાં છે. હોસ્પિટલ ખાતે તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે તેજપ્રતાપ અહીં આવ્યો હતો અને રવિવારે તે બોધ ગયા હોટલમાં રોકાયો હતો.

ધારાસભ્ય કુમાર સર્વજીતે વધુમાં જણાવ્યું કે તેજ પ્રતાપ મંગળવારે બપોર પછી હોટલમાંથી એવું કહીને નીકળ્યો હતો કે તે પોતાના ઘરે પટના જઈ રહ્યો છે.

ધારાસભ્યએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે,"હું અન્ય પાર્ટી નેતાઓની સાથે તેજ પ્રતાપને મળ્યો હતો. મેં તેમની સાથે સાંજે ડિનર લીધું હતું. તે ખૂબ જ થાકી ગયેલો લાગતો હતો. તેણે મંગળવારે મને સંદેશ કરીને જણાવ્યું હતું કે તે પટના જઈ રહ્યો છે. તે હોટલ ખાતેથી નીકળ્યો ત્યાં સુધી જ મને તેની ગતિવિધિ વિશે ખબર હતી."

આ પણ વાંચોઃ તેજપ્રતાપ છૂટાછેડા માટે અડગઃ પરિવાર પત્ની ઐશ્વર્યાનો પક્ષ લઈ રહ્યાનો આક્ષેપ

પરિવારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાંચીથી નીકળ્યા બાદ તેજ પ્રતાપ પટના પહોંચ્યો નથી. પિતા સાથે મુલાકાત બાદ તેજ પ્રતાપે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે તે તેની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય પર અફર છે.

નોંધનીય છે કે લગ્નના છ મહિનામાં જ લાલુ પ્રસાદ યાદવના સૌથી મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પત્ની સાથે છૂટાછેડા લેવાની અરજી કરી છે. પરિવારના સભ્યોના સમજાવ્યા છતાં તે છૂટાછેડા લેવા માટે અડગ છે. તેજ પ્રતાપતના જણાવ્યા પ્રમાણે તે ખૂબ સરળ માણસ છે જ્યારે તેની પત્ની ખૂબ મોર્ડન છે. બંને વચ્ચે કોઈ તાલમેલ નથી રહ્યો. તેજ પ્રતાપના જણાવ્યા પ્રમાણે ઐશ્વર્યા સાથે તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરાવવામાં આવ્યા હતા.
First published:

Tags: Aishwarya-rai, Divorce, Ranchi, Tej Pratap Yadav, Tejaswi yadav, બિહાર, લાલુ પ્રસાદ યાદવ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો