Home /News /india /

પિતા મારી સાથે, છુટાછેડા લેવાનો નિર્ણય ભગવાન પણ બદલી શકશે નહીંઃ તેજ પ્રતાપ

પિતા મારી સાથે, છુટાછેડા લેવાનો નિર્ણય ભગવાન પણ બદલી શકશે નહીંઃ તેજ પ્રતાપ

પિતા મારી સાથે, છુટાછેડા લેવાનો નિર્ણય ભગવાન પણ બદલી શકશે નહીંઃ તેજ પ્રતાપ

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે ફરી એ સમાચારનું ખંડન કર્યું છે કે જેમાં પત્ની સાથે છુટાછેડાની અરજી પાછો લઈ રહ્યો છે

    લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે ફરી એ સમાચારનું ખંડન કર્યું છે કે જેમાં પત્ની સાથે છુટાછેડાની અરજી પાછો લઈ રહ્યો છે. તેજ પ્રતાપે ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું હતું કે 8 જાન્યુઆરીએ આગામી સુનાવણીમાં તે કોઈપણ સ્થિતિમાં હાજર રહેશે અને તેની લડાઈ લડશે. તેણે દાવો કર્યો છે કે પિતા લાલુ પ્રસાદ યાદવ તેની સાથે છે અને હું છુટાછેડા લઈને જ રહીશ.

    તેજ પ્રતાપે કહ્યું હતું કે જાણી જોઈને ખોટા સમાચાર ફેલાવવામાં આવે છે. હવે ભગવાન શ્રી રામ પણ મારો નિર્ણય બદલી શકશે નહી. પિતા લાલુ પ્રસાદ યાદવનો મને સાથે મળી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે કેટલીક ન્યૂઝ ચેનલમાં તેજપ્રતાપે છુટાછેડાની અરજી પાછી લઈ લીધી છે તેવા સમાયાર ચલાવ્યા હતા. જોકે ન્યૂઝ 18એ પોતાની વિશ્વસનિયતા જાળવી રાખતા સીધી તેજપ્રતાપ સાથે વાત કરી હતી. તેજ પ્રતાપે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ દુશ્મનોની ચાલ છે તેના વિશ ખોટા સમાચાર ચલાવી રહ્યા છે.

    આ પણ વાંચો- NDAમાં જ રહેશે રામવિલાસ પાસવાન, સીટ શેરિંગ પર ફૉર્મ્યૂલા તૈયાર!

    તેજ પ્રતાપે સ્પષ્ટ કર્યું છે કે તે થોડા સમય પહેલા રાંચીમાં હતો જ્યાં પિતાએ બતાવ્યું છે કે કેવા પ્રકારની પોલિટિક્સ કરવાની છે. પરિવારના ઘણા પ્રયત્નો છતા તેજપ્રતાપ પોતાના નિર્ણય ઉપર અડગ છે. હવે આ મામલે 8 જાન્યુઆરીએ સુનાવણી થશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Aishwarya, Tej Pratap Yadav

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन