Home /News /india /પીએમ મોદી સામે નામાંકન કરનાર તેજ બહાદુરનો દારુ પીતો Video વાયરલ

પીએમ મોદી સામે નામાંકન કરનાર તેજ બહાદુરનો દારુ પીતો Video વાયરલ

પીએમ મોદી સામે નામાંકન કરનાર તેજ બહાદુરનો દારુ પીતો Video વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તેજ બહાદુર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે

વારાણસી સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે તેજ બહાદુર યાદવનું નામાંકન રદ થયા પછી રવિવારે તેનો કથિત વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દારુ પીતો જોવા મળે છે. તેની સાથે બીજા કેટલાક લોકો પણ બેસેલા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તેજ બહાદુર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ વીડિયોમાં જોવા મળતો અન્ય વ્યક્તિ વ્યક્તિ કહી રહ્યો છે કે આ તેજ બહાદુર યાદ BSF જવાન.

આ વીડિયોની હજુ સુધી કોઈ પૃષ્ટી થઈ નથી કે આ વીડિયો ક્યારનો છે. તેજ બહાદુર યાદવનું સતત નામ લઈ રહેલો વ્યક્તિ કોણ છે. આ મામલે હજુ સુધી તેજ બહાદુર યાદવ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો  - 'ફાની'ને લઈ ફોન કરતા રહ્યા PM મોદી, મમતાએ ન આપ્યો જવાબ: PMO સૂત્ર

આ પહેલા તેજ બહાદુર યાદવનું નામાંકન રદ થયા પછી તેની સામે આચાર સંહિતાના ભંગનો મામલો કેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તેજ બહાદુરે ખુલાસો કરતા કહ્યું હતું કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવની ગેમ પ્લાન હતી કે હું બે વખત ઉમેદવારીપત્ર ભરું. સપા તરફથી પહેલા જાહેર થયેલ ઉમેદવાર શાલિની જી સાથે પણ દાખલ કરું પણ નરેન્દ્ર મોદીએ મારી અરજી ખારજી કરી દીધી.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં શાલિનીએ કોંગ્રસથી ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડીને સપા જોઈન કરી હતી. સપાએ પહેલા શાલિનીને ઉમેદવાર બનાવી હતી પણ છેલ્લી ઘડીએ ટિકિટ કારી તેજ બહાદુરને આપી દીધી હતી.

(રિપોર્ટ - નીતિશ પાંડેય)
First published:

Tags: Tej bahadur yadav, Varanasi

विज्ञापन