TATAએ પ્રથમ બેચમાં EESLને 250 ઈલેક્ટ્રીક કારની ડિલેવરી કરી

ટાટા ટિગોર ઈલેક્ટ્રીક કારનું નિર્માણ ગુજરાતના સાણંદમાં કરવામાં આવી રહ્યું છે...

ટાટા ટિગોર ઈલેક્ટ્રીક કારનું નિર્માણ ગુજરાતના સાણંદમાં કરવામાં આવી રહ્યું છે...

  • Share this:
ઓટોમોબાઈલ નિર્માતા ટાટામોટર્સે EESLને ઈલેક્ટ્રીક વ્હીકલની પહેલા બેચની ડિલીવરી પૂરી કરી દીધી છે. ટાટા મોટર્સ દ્વારા ડિલીવરી કરવામાં આવેલ પહેલા જથ્થામાં 250 ટિગોર ઈલેક્ટ્રિક વ્હીકલ શામેલ છે.

તમને જણાવી દઈએ કે, એનર્જિ એફિશિએંસ સર્વિસ લિમિટેડ (EESL)ની બિડિંગમાં સૌથી ઓછી કિંમત ક્વોટ કરનાર કંપની ટાટા મોટર્સ હતી. જેમે 10,000 ઈલેક્ટ્રીક ગાડીઓના સપ્લાયનો કોન્ટ્રાક્ટ લીધો છે. ટાટામોટર્સ આ સપ્લાય બે ફેજમાં કરવાની છે.

ટાટા ટિગોર ઈલેક્ટ્રીક કારનું નિર્માણ ગુજરાતના સાણંદમાં કરવામાં આવી રહ્યું છે. EESL સાથેના ઓર્ડરની પૂર્તી કરવા માટે ટાટામોટર્સ આ ઈલેક્ટ્રીક વ્હીકલને ત્રણ વેરિએંટમાં મોકલાવશે. જેમાં બેસ, પ્રીમિયમ અને હાઈ આમ ત્રણ પ્રકારના વેરિએંટ શામેલ છે. જો કલરના વેરિએંટની વાત કરીએ તો, આ કાર EESLને પર્લિસેંટ વ્હાઈટ કલરમાં મળશે. તમામ વેરિએંટ ઓટોમેટિક એસી જેવા કેટલાક બેઝિક ફિચર્સથી સજ્જ હશે.

ગાડીઓના કારણે વધતાજતા પ્રદુષણને ઓછુ કરવા માટે અને ઈલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી આની શરૂઆત કરવામાં આવી છે. EESLને મળનાર આ તમામ ઈલેક્ટ્રીક કાર અલગ-અલગ સરકારી વિભાગોમાં પ્રયોગ કરવામાં આવશે. જેમાં ઉર્જા મંત્રાલય સહિત કેટલાએ મંત્રાલય શામેલ છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે 2030 સુધીમાં તમામ પેટ્રોલ અને ડિઝલ ગાડીઓને ખતમ કરી ઓટોમોબાઈલ ઉદ્યોગને ઈલેક્ટ્રીક વ્હીકલ પર નિર્ભર બનાવવાનો છે.
First published: