Home /News /india /

તમિળનાડુ: લોકશાહી? BJP વિરુદ્ધ જાહેરમાં નારા લગાવનાર મહિલાની ધરપકડ

તમિળનાડુ: લોકશાહી? BJP વિરુદ્ધ જાહેરમાં નારા લગાવનાર મહિલાની ધરપકડ

તમિળનાડુના તુતીકોરિન એરપોર્ટ પર બીજેપી સામે નારેબાજીના આરોપમાં એક મહિલાની ધરપકડ પર મામલો એકદમ રાજનૈતિક થઇ ગયો છે.

તમિળનાડુના તુતીકોરિન એરપોર્ટ પર બીજેપી સામે નારેબાજીના આરોપમાં એક મહિલાની ધરપકડ પર મામલો એકદમ રાજનૈતિક થઇ ગયો છે.

    તમિળનાડુના તુતીકોરિન એરપોર્ટ પર બીજેપી સામે નારેબાજીના આરોપમાં એક મહિલાની ધરપકડ પર મામલો એકદમ રાજનૈતિક થઇ ગયો છે. ડીએમકે પ્રમુખ એમ. કે સ્ટાલિનની ધરપકડની નિંદા કરતાં તેમણે કહ્યું કે, આ બોલવાની આઝાદી પર મોટો હુમલો કર્યો છે.

    આખી વાત એમ છે કે લુઇ સોફિયા નામની મહિલા વિમાનમાં તમિળનાડુ બીજેપી અધ્યક્ષ તમિલસાઇ સુંદરરાજનની સાથે જ પ્રવાસ કરીને તૂતીકોરિન ગઇ હતી. સુંદરરાજન જેવા સામાન લેવા માટે લગેજની પાસે પહોંચ્યાં, મહિલાએ "ફાંસીવાદી બીજેપી સરકરા હાય-હાયના નારા લગાવવાના શરૂ કરી દીધા. નારેબાજીથી હેરાન સુંદરરાજન અને સોફિયા વચ્ચે થોડો વિવાદ પણ થયો. જે પછી સુંદરરાજનની ફરિયાદ પર પોલીસે સોફિયાની ધરપકડ કરી લીધી. જે બાદ મહિલાને 15 દિવસની ન્યાયિક હિરાસતમાં કોકિરાકુલમ મોકલી દેવામાં આવી હતી."

    બીજી તરફ આ મામલામાં ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનને ધરપકડ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવતાં ટ્વિટ કર્યું કે, આ મામલો લોકતંત્ર અને બોલવાની આઝાદી સામે છે. તેમણે સોફિયાને તરત જ મુક્ત કરવાની માગ કરતા કહ્યું કે, તમારે એ લાખો લોકોની ધરપકડ કરવી પડશે જે આવા નારા લગાવે છે. હું પણ આ રીતે નારા લગાવીશ. ફાસીવાદી બીજેપી સરકાર હાય-હાય.



    આ મામલામાં સોફિયાના પિતા બીજેપી નેતા તમિલસાઇ સુંદરરાજન અને બીજેપી કાર્યકર્તાઓ સામે તેમની દીકરીને ધમકાવવા અને અપશબ્દો બોલવાનો આરોપમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરતા સુંદરરાજને કહ્યું, એક આધેડ વયની મહિલા મને જુએ છે નારેબાજી કરવા લાગી અને અરાઇવલ ગેટ સુધી મારો પીછો કરતા આવી ગઇ. તેના હાવભાવ ડરાવનારા હતાં. મને લાગે છે કે તેની પાછળ કેટલાક ગ્રુપ કામ કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Tamilnadu, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन