Home /News /india /કોણ છે તે વ્યક્તિ, જેને મળવા દર મહિને પટનાથી વૃંદાવન જાય છે તેજપ્રતાપ!

કોણ છે તે વ્યક્તિ, જેને મળવા દર મહિને પટનાથી વૃંદાવન જાય છે તેજપ્રતાપ!

સપ્ટેમ્બરમાં રાધા અષ્ટમીના દિવસે પણ છોટુ મહારાજે તેજપ્રતાપને પૂજા કરાવી હતી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવનું આજકાલ મથુરા-વૃંદાવન આવવા જવાનું ચર્ચાસ્પદ બન્યું

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવનું આજકાલ મથુરા-વૃંદાવન આવવા જવાનું ચર્ચાસ્પદ બન્યું છે. સુત્રોના મતે એવો કોઈ મહિનો નથી હોતો જ્યારે તેજપ્રતાપ મથુરા કે વૃંદાવન ન જાય.

સુત્રોએ તો ત્યાં સુધી કહ્યું છે કે તેજપ્રતાપ વૃદાંવનના છોટુ મહારાજના સંપર્કમાં છે. છોટુ મહારાજ તેજપ્રતાપને પૂજા-પાઠ કરાવે છે. સપ્ટેમ્બરમાં રાધા અષ્ટમીના દિવસે પણ છોટુ મહારાજે તેજપ્રતાપને પૂજા કરાવી હતી.

તે દિવસે તેજપ્રતાપ સિવાય તેના કેટલાક મિત્રો પણ સાથે હતા. તેજપ્રતાપે કુર્તો અને ધોતી પહેરી હતી. ગળામાં તુલસીની મોતીની માળા પણ પહેરી હતી. દોઢથી બે કલાક સુધી પૂજા ચાલી હતી.

આ પણ વાંચો - તેજપ્રતાપ છૂટાછેડા માટે અડગઃ પરિવાર પત્ની ઐશ્વર્યાનો પક્ષ લઈ રહ્યાનો આક્ષેપ

તે દિવસે થયેલી પૂજાની એક તસવીરે ન્યૂઝ 18એ શોધી કાઢી છે. સુત્રોના મતે તેજપ્રતાપ બિહાર કે બહાર હોય ત્યારે પણ છોટુ મહારાજ સાથે મોબાઈલ પર સતત સંપર્કમાં રહે છે.

જાણકારોના મતે છોટુ મહારાજ બાંકે બિહારી મંદિરના સેવાદાર અને ગોસાઈ પરિવારથી સંબંધ ધરાવે છે. છોટુ મહારાજનું નામ જ્ઞાનેન્દ્ર ગોસાઈ છે.
First published:

Tags: Mathura, Tej Pratap Yadav