Home /News /india /

હવે તાજની ખુબસૂરતી વધારવા માટે અપાશે સ્ટીમ બાથ!

હવે તાજની ખુબસૂરતી વધારવા માટે અપાશે સ્ટીમ બાથ!

દિલ્લી: સ્ટીમ બાથ થેરેપી હવે તમારી સ્કીનને જ નહિં પરંતુ તાજમહેલને પણ નિખારશે. ટુંક સમયમાં જ તાજની પીળાશને સ્ટીમ બાથથી દુર કરવામાં આવી શકે છે. સ્ટીમ બાથથી સંસદ ભવનને નિખારવાનું કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. ત્યારે હવે તાજની સુંદરતા પણ સ્ટીમ બાથથી આવી જશે.

રોમનું કૈથોલિક ચર્ચને પણ સ્ટીમ બાથથી ચમકાવવામાં આવ્યું છે. આ નિર્ણય એટલા માટે લેવાયો છે. કારણ કે મુલ્તાની માટીનો લેપ તાજની પીળાશને દુર નથી કરી શકતો. અહીં 2-2 વખત મુલ્તાની માટીનો લેપ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં ગંદકી સાફ નથી થઈ રહી.

કારણ કે પ્રવાસીઓના હાથ મેલા હોવાથી હાથનો મેલ પથ્થરો સુધી પહોંચી જાય છે. મુલ્તાની માટીનો કનસ્પેટ કામ ન કરવાથી તાજને સ્ટીમ બાથ આપવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.

આ છે સ્ટીમ બાથ
'આર્કલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા'ના સાયન્સ યૂનિટ મુજબ સ્ટીમ બાથ એક ફુવારા દ્વારા આપવામાં આવે છે. આ એક નાના પ્રકારનો ફુવારો હોય છે. આ ફુવારામાં ગરમ પાણી અને એક ખાસ સાબુનું મિશ્રણ ભરવામાં આવે છે. ગરમ પાણી અને સાબુના આ મિશ્રણને ફુવારા દ્વારા તાજની દિવાલો અને પથ્થરો પર છાંટવામાં આવશે. જેથી પથ્થરની અંદર આ પાણી જશે. જેનાથી પથ્થરની અંદરમાં રહેલો મેલ આપો આપ ફુલવા લાગશે અને ધીમે-ધીમે બહાર આવશે.

તાજપ્રેમીઓએ તાજને કર્યો મેલો
તાજના પથ્થરોમા અંદર પહોંચેલો આ મેલ કોઈ પ્રદુષણનો ભાગ નથી. પરંતુ તાજના દિવાનાઓએ તેને અડીને મેલો કરી દીધો છે. જાણકારી માટે જણાવી દયે કે યાત્રીકો તાજના પથ્થર, તેના પર કરવામાં આવેલી નક્કશી અને ફુલ-પાંદડાઓને અડીને જોવે છે. જેના લીધે યાત્રીકોના હાથનો મેલ અને પરસેવો પથ્થર પર મેલ જામી જાય છે.

તાજ માટે ખતરો છે લેઝર થેરેપી
સાયન્સ યૂનિટના અધિકારીઓએ જણાવ્યું કે લેઝર થેરેપીથી તાજના પથ્થરોનો મેલ સાફ થઈ શકે છે. પરંતુ આ એક ખતરનાક થેરેપી છે. લેઝરનો ઉપયોગ કરવાથી સફેદ સંગેમરમરનો પથ્થર નબળો પડી શકે છે. જેથી લેઝર થેરેપી ભવિષ્યમાં પણ પથ્થરોને નુકસાન પહોંચાડશે.

તાજને બચાવવા માટે અત્યાર સુધી થઈ ચુકી છે આ કવાયત

  • તાજમહેલના 500 મીટર ક્ષેત્રમાં વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

  • શહેરની કાસ્ટિંગ ફેક્ટરીઓને બંધ કરાવવામાં આવી.

  • જનરેટર બંધ કરાવવા માટે શહેરને 24 કલાક વિજળી આપવાનો નિર્દેશ છે.

  • આગ્રા અને આસપાસના વિસ્તારને તાજ ટ્રીપોઝિયમ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

  • તાજ નજીક યુમુના નદીમાં પાણી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

First published:

Tags: Agra, Archaeological survey of india, Taj mahal, आगरा, હવા પ્રદુષણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन