રૂ. 5800 કરોડની પટૌડી રિયાસતનો વારસ છે સૈફનો પુત્ર તૈમૂર!

તૈમૂર અલી ખાનના જન્મદિવસની ઉજવણી પટૌડી પેલેસમાં કરવામાં આવી રહી છે

  • Share this:
સૈફ અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર આજે એક વર્ષનો થઈ ગયો. તૈમૂરના જન્મદિવસની ઉજવણી ગુરુગ્રામ(ગુડગાંવ) સ્થિત પટૌડી પેલેસમાં મનાવવામાં આવી રહ્યો છે. જન્મદિવસ માટે પટૌડી પેલેસને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. તૈમૂર આ મહેલનો નવો વારસ છે. તેની કિંમત 800 કરોડ રૂપિયા છે. જ્યારે ભોપાલમાં પટૌડી રિયાસતની કિંમત રૂ. 5000 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

5800 કરોડની સંપત્તિનો વારસ છે તૈમૂર

પટૌડી ખાનદાનની બંને શાહી પ્રોપર્ટીની કિંમતની ગણતરી કરીએ તો તે રૂ. 5800 કરોડ થાય છે. તૈમૂર તેના વારસમાંનો એક છે. નોંધનીય છે કે સૈફ ત્રણ બાળકોનો પિતા છે. પ્રથમ પત્ની અમૃતાથી તેને બે બાળકો છે. વર્તમાન પત્ની કરીનાએ વર્ષ પહેલા તૈમૂરને જન્મ આપ્યો હતો.

સૈફનો પુત્ર એક વર્ષનો થયો
સૈફનો પુત્ર હોવાને નાતે તૈમૂર પણ છે વરાસદાર

મંસૂર અલી ખાન પટૌડીની માતા સાજિદા સુલ્તાન ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનની પુત્રી હતા. મંસૂર અલી ખાનનો જન્મ ભોપાલમાં થયો હતો. તેમણે ઉત્તરાધિકારી તરીકે ભોપાલના નવાબ પરિવારની જવાબદારી સંભાળી હતી. નવાબ હમીદુલ્લાહની મોટી પુત્રી ભાગલા વખતે પાકિસ્તાન ચાલી ગઈ હતી. ત્યાર બાદ નાની બહેન સાજિદા સંપત્તિની હકદાર બની હતી. તેમના મોત બાદ ભોપાલ વિરાસતની કમાન તેમના પુત્ર અને ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌડીને સોંપી દેવામાં આવી હતી. તે પ્રમાણે સૈફ અલી ખાન આ સંપત્તિનો હકદાર છે. હવે પુત્ર હોવાને નાતે તૈમૂર પણ આ સંપત્તિનો હકદાર બને તે સ્વાભાવિક છે.

ભવ્ય છે પટૌડી પેલેસ

ગુરુગ્રામમાં અરાવલીના પર્વતો સ્થિત પટૌડી પેલેસની કિંમત આશરે રૂ. 800 કરોડ બતાવવામાં આવી રહી છે. આ પેલેસને હેરિટેઝ હોટલમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ પેલેસમાં 150 રૂમ છે. ક્યારેક અહીં 100થી વધારે નોકર કામ કરતા હતા. મહેલને આશરે 82 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો.

ગુરુગ્રામ સ્થિત પટૌડી પેલેસ


1935માં બન્યો હતો પટૌડી પેલેસ

પટૌડી પેલેસનું નિર્માણ 1935માં આઠમાં નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઇફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું. તેમના પુત્ર અને નવમાં નવાબ મંસૂર અલી ઉર્ફે નવાબ પટૌડીએ વિદેશી આર્કિટેક્ટની મદદથી તેનું રિનોવેશન કરાવ્યું હતું.

2011માં સૈફ અલી ખાન બન્યો હતો પટૌડીનો નવાબ

હરિયાણા રાજ્યમાં ગુરુગ્રામથી 25 કિલોમીટર દૂર અરાવલીના પર્વતો વચ્ચે પટૌડી હકૂમતનો ઇતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન પટૌડી રિયાસતના નવમા નવાબ મંસૂર અલી ઉર્ફે ટાઈગર પટૌડીના મોત બાદ વર્ષ 2011માં તેના પુત્ર સૈફ અલી ખાનને નવાબના રૂપમાં તાજપોશી કરવામાં આવી હતી.સૈફના માતાપિતા, મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર


પટૌડી પેલેસમાં થયું છે અનેક ફિલ્મોનું શૂટિંગ

પટૌડી પેલેસની શાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અનેક બોલિવૂડ ફિલ્મોનાં શૂટિંગ થયા છે. રંગ દે બંસતી, મંગલ પાંડે, વીરઝારા જેવી ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે.

મહેલમાં જ છે મંસૂલ અલી ખાન પટૌડીની કબર

સૈફના પિતા મંસૂર અલી ખાન પટૌડીના નિધન બાદ તેમને મહેલના પરિસરમાં જ દફન કરવામાં આવ્યા હતા. અહીં જ તેમની કબર છે. બાજુમાં તેમના દાદા, દાદી અને પિતાની પણ કબર છે.

Story by: Rahul Mahajan
First published: