નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક અકસ્માતમાં 16 વર્ષની કિશોરીએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં આઠ લોકોને ઈજા પહોંચી છે. એક કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધા બાદ તેણે અનેક વાહનોને ટક્કર મારી હતી.
મળતી માહિતી પ્રમાણે નવી દિલ્હીના પશ્ચિમ વિહારમાં મીરા બાગ નજીક એક SUVના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ફોર્ચ્યુનરના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર પહેલા એક મિનિબસ સાથે અથડાઇ હતી. બાદમાં કારે એક સ્કૂટી, એક રીક્ષા અને એક સાઇકલને ટક્કર મારી હતી અને રસ્તાની બાજુમાં અટકી ગઈ હતી.
જે કિશોરીનું મોત થયું છે તે પગપાળા રસ્તાની બાજુમાં ચાલી રહી હતી. આ અકસ્માતમાં આઠ લોકોને ઈજા પહોંચી છે. ફોર્ચ્યુનરના ડ્રાઇવરને પણ અકસ્માતમાં ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડામાં આવ્યા છે. અક્સમાત બાદ આસપાસના લોકોએ ઘાયલોને બહાર કાઢવામાં મદદ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.
અકસ્માત સર્જનાર ડ્રાઇવરની ઓળખ કમાલ કુમાર નામે કરવામાં આવી છે. કમલ કુમાર દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજના નિવૃત પ્રોફેસર છે. હોસ્પિટલમાં જરૂરી સારવાર બાદ પોલીસ કમલ કુમારની પૂછપરછ કરશે. એટલું જ નહીં અકસ્માત વખતે તેઓ દારૂના નશામાં હતા કે નહીં તેની પણ તપાસ કરશે.
પોલીસ અકસ્માત કેવી રીતે થયો હતો તેની તપાસ કરવા માટે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર