Home /News /india /

રાહુલ ગાંધીને સુષમાની સલાહ, 'અડવાણી અમારા પિતા તુલ્ય, ભાષાની મર્યાદા રાખો'

રાહુલ ગાંધીને સુષમાની સલાહ, 'અડવાણી અમારા પિતા તુલ્ય, ભાષાની મર્યાદા રાખો'

સુષમા સ્વરાજની ફાઇલ તસવીર

'રાહુલ જી, અડવાણીજી અમારા પિતા તુલ્ય છે. તમારા નિવેદનથી અમે ઘણાં જ દુખી થયા છે.'

  ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું છે કે તેમને પોતાની ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઇએ. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમના ગુરૂ લાલ કૃષ્ણ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધા, તેમના આ નિવેદન પર સુષમા સ્વરાજે ટિપ્પણી કરી છે.

  સુષમા સ્વરાજ રાહુલ ગાંધીનાં આ નિવેદનથી ઘણાં જ દુખી થયા છે. તેમણે શનિવારે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને કહ્યું છે કે રાહુલનાં નિવેદનથી તે દુખી થયા છે, તેમને પોતાની ભાષાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઇએ. રાહુલ ગાંધીનાં નિવેદન પછી બીજેપીનાં કોઇ મોટા નેતાની આ પહેલી અધિકારિક પ્રતિક્રિયા છે.  સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે, 'રાહુલ જી, અડવાણીજી અમારા પિતા તુલ્ય છે. તમારા નિવેદનથી અમે ઘણાં જ દુખી થયા છે. કૃપયા ભાષાની મર્યાદા રાખવાનો પ્રયત્ન કરે.'

  અડવાણીના બ્લોગ પર મોદીએ કહ્યુ- 'તમે BJPનો સાચો અર્થ જણાવ્યો'

  મહત્વનું છે કે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ તેમના ગુરુ લાલકૃષ્ણ અડવાણીને જૂતાં મારીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા છે. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે અડવાણી પીએમ મોદીના ગુરુ છે પરંતુ આ શિષ્ય તેના ગુરુ સામે હાથ પણ જોડતા નથી. આ શિષ્યએ તેમના ગુરુને સ્ટેજથી નીચે ઉતાર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ગુરુનું ઘણું મહત્વ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: L K Advani, Lok sabha election 2019, Loksabha election 2019, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી, સુષ્મા સ્વરાજ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन