Home /News /india /

સુષ્મા સ્વરાજને જ્યારે એક જણે પૂછ્યું, 'બાલી જવું સેફ રહેશે?' તો મળ્યો જોરદાર જવાબ

સુષ્મા સ્વરાજને જ્યારે એક જણે પૂછ્યું, 'બાલી જવું સેફ રહેશે?' તો મળ્યો જોરદાર જવાબ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની ફાઇલ તસવીર

ઘણાં મામલાઓમાં લોકોની મદદ કરતી વખતે સુષ્મા સ્વરાજને વિવિધ પ્રકારના સવાલો પૂછાતાં હોય છે જેના તેમની સાથે કોઇ લેવા દેવા જ ન હોય. તે પછી પણ સુષ્મા સ્વરાજ શાંતિથી જવાબ આપે છે.

    વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર મદદ કરવા માટે પ્રસિદ્ધ છે. ઘણાં મામલાઓમાં લોકોની મદદ કરતી વખતે સુષ્મા સ્વરાજને વિવિધ પ્રકારના સવાલો પૂછાતાં હોય છે જેના તેમની સાથે કોઇ લેવા દેવા જ ન હોય. તે પછી પણ સુષ્મા સ્વરાજ શાંતિથી જવાબ આપે છે.

    હાલનો મામલો પણ કંઇક એવો જ છે. સુશીલ કેઆર રાયે સુષ્માને પૂછ્યું, 'શું બાલી જવું સુરક્ષિત રહેશે? 11.08.18થી 17.08.18 વચ્ચે અમારી બાલી જવાની યોજના બનાવી છે. શું આપણી સરકાર તરફથી કોઇ એડવાઇઝરી જાહેર કરવામાં આવ્યું છે? '

    જેના જવાબમાં સુષ્માએ લખ્યું કે, 'મારે ત્યાં જ્વાળામુખી સાથે ચર્ચા કરવી પડશે.'



    મહત્વનું છે કે ઇન્ડોનેશિયામાં 28 જૂનના રોજ માઉન્ટ આગુંગ જ્વાળામુખી વિસ્ફોટમાં નીકળેલી રાખને કારણે બાલી હવાઇ મથકને બંધ કરી દીધો હતો.





    હવાઇ મથક બંધ થઇ જવાને કારણે 239 ઘરેલુ અને 207 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રભાવિત થઇ હતી. દ્વીપના પૂર્વમાં સ્થિત માઉન્ટ આગુંગ મહત્તમ પર્યટક સ્થળોથી દૂર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Twitter, ભારત, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन